બા મને ચપટી વગાડતાં આવડી ગઈ.
મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બં ડુ કડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.
તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
– રમેશ પારેખ.
(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)