‘બા’ ના આ શબ્દો વાંચીને તમારી આંખો ભીની થઈ જશે, વાંચો શું કહ્યું છે.

0
874

‘બા એ લખ્યું છે.’

– ઓમપ્રકાશ વોરા.

‘બધા યાદ આવો છો બહુ’ બા એ લખ્યું છે,

‘સાજા સમા તો છોને સહુ? બા એ લખ્યું છે.

‘આવી ને મળી જાવ તો, જોઈ લઉં એક વાર,

બીજૂં તો હવે શું કહું?’ બા એ લખ્યું છે.

‘ખેતર – કૂવો સૂના પડ્યા, તૂટયું છે ખળું પણ,

ઓણ સાલ નથી થયા ઘઉં’ બા એ લખ્યું છે.

‘તારી બહેનનો કાગળ હતો, એને છે ઘણા દખ

કહે તો, એને તેડાવી લઉં’, બા એ લખ્યું છે.

‘ગીધુ કાકા કાલે ગયા, સાજા સમા હતા,

મારેય હવે છે જવું’, બા એ લખ્યું છે.

‘ઉપાડી મને લે હવે’, ઠાકર ને કહું છું,

‘ન દેખવું ન દા ઝવું’ બા એ લખ્યું છે.

‘બે રૂતુ થઇ છે, દને તાપ-રાતે ટાઢ,

છોરાને હાચવજો વહુ’, બા એ લખ્યું છે.

‘શરીર રહે સારા, લીલી વાડીયું રહે,

બસ એટલી આશિષ દઉં’, બા એ લખ્યું છે.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.