બાજ પક્ષીની કેળવણી પરથી દરેક માં બાપે ઘણું બધું શીખવા જેવું છે, જાણો એવું તે શું ખાસ છે આ લેખમાં.

0
1363

બાજ પક્ષીની કેળવણી :

બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે. એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય.

આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે. A highest distance from earth where a natural creature can fly. અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ.

એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે, એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે, નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું.

પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે.

આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે?

થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે, અને ધરતી થી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે. એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ.

એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી 700-800 મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે. ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લ્યે છે અને એ પંજો એની માં નો જ હોય છે જે એને નીચે પડતું મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે.

આવી ટ્રેનીંગ બાજ પક્ષી એના બચ્ચા ને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ના શીખી જાય.

મિત્રો આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાન માં રાજ કરે છે અને એના થી 10 ગણા વધુ વજન વાળા પક્ષી ને પણ ઉપાડી ને આસમાનની બુલંદીયો સર કરે છે.

આ વાર્તા કે જે એક સત્ય હકીકત છે એ અહી કહી ને હું તમામ માં બાપ ને કહેવા માગું છુ કે, તમે તમારા બાળકો ને છાતી એ ચીપકાવી ને જરૂર રાખો પણ એક બાજના બચ્ચા ની જેમ એને દુનિયા ની મુશ્કેલીઓ થી વાકેફ પણ કરો, એનો સામનો કરાવો અને લડતા શીખવો.

હકીકતે આજના સમય માં કાર્ટૂન, ટીવી માં આવતા રિઆલિટી શો અને વિડિયો ગેમે આપણા બાળકો ને બોઈલર મુરઘાં જેવા બનાવી નાખ્યા છે, જેની પાસે પગ તો છે પણ ચાલી નથી શકતો અને પાંખ છે પણ ઊડી નથી શકતો.

મિત્રો કુંડા માં લગાવેલા છોડ માં અને જંગલ માં ઉગેલા છોડ માં કેટલો ફરક હોય છે એ તો આપ સૌ જાણો જ છો.

એક નાનકડી પણ સરસ પંક્તિ…

બહુ મીઠો પ્રેમ… બહુ ખારા આંસુ પડાવે છે…

અને આ વાત ફક્ત પ્રેમીઑ ને જ નહીં પણ તમારા બાળકો પ્રત્યે ના પ્રેમ ને પણ લાગુ પડે છે. માટે મિત્રો તમારા બાળક ને કોઈ વસ્તુ નો ભાવ કરતાં નહીં પણ તેની કિમત કરતાં જરૂર શિખડાવજો.

– એન. ચિરાગ કુમાર પટેલના બ્લોગ પરથી.