આજ નો ઈતિહાસ એ કાઠીયાવાડ ના બાબરા ગામ નો છે.
બાબરા એ કાઠીયાવાડ ના અમરેલી જિલ્લા નો તાલુકો છે. જ્યારે રજવાડા હતા ત્યારે આ ગામ કાઠીદરબાર મા આવતી વાળા અટક ના દરબાર ના તાબા હેઠળ નુ ગામ હતુ.
આજે અમે તમને એક ખૂબ જ રસપ્રદ ઈતિહાસ કે જે બાબરા સાથે સંકળાયેલો છે તેનાથી માહિતગાર કરીશુ.
આ વાત ત્યાર ની છે કે જયારે દ્રાપરયુગ હતો અને ભગવાન શ્રીકૃષ્ણ દ્રારીકા નગરી ના રાજા હતા તે સમય ચાલતા મહાભારત યુ ધપહેલા કે જ્યારે પાંડવો ને વનવાસ મળ્યો અને તેમાનુ એક વર્ષ ગુપ્તવાસ હતો. ત્યારે જો ભૂલથી પણ જો પાંડવો કૈરવો ની નજરે ચડી જાય તો ફરીથી વનવાસ મળે.
તેથી ત્યારે આ બાબરા ગામ કે તે સમય મા બાબરા તરીકે નુ નામ ઘરાવતુ ન હતુ. પણ જગ્યા તો આજ હતી. અહી પાંડવો એક મહાદેવ ના શિવલિંગ ની સ્થાપના કરી અને અર્જુન, નકુલ, સહદેવ, યુધિષ્ઠિર કે જેને પાચ કુંડ બનાવ્યા તેમજ ભીમે પોતાની કુય(નાનો કુવો) બનાવ્યા.
એક લોક માન્યતા પ્રમાણે તેવુ પણ કહેવાય છે કે આ ભીમ ની કુય નો બીજો છેડો જુનાગઢ ના ગિરનાર મા નીકળે છે. આ બધુ આજ પણ અકબંધ છે અહિ પાંડવો દ્રારા સ્થપાયેલા નિલકંઠ મહાદેવ નુ મંદિર પણ છે.
અહિ આપેલા ફોટોસ કે જે પાંડવો ના કુંડ અને કુયના છે.
– સાભાર પરેશ વાવલીયા (અમર કથાઓ ગ્રુપ)