“બચાવી લ્યો બાપ! આ બાળકો બચાવી લ્યો” – દરેક માં બાપે આ કવિતા વાંચવાની અને સમજવાની જરૂર છે.

0
573

બચાવી લ્યો બાપ! આ બાળકો બચાવી લ્યો.

તમારો દિવો, દિપક, તમારો લાડકો બચાવી લ્યો.

આ પબ્જી, ફ્રી ફાયર, ગેમ તીન પત્તી.

કરી નાંખશે ફૂલડાંની જિંદગી હતી ન હતી.

હે માવડીયું! જન્મારો આમનો બચાવી લ્યો.

બચાવી લ્યો બાપ! આ બાળકો બચાવી લ્યો.

લૂ ટાઈ જશે લાડ ખજાનો, જોતો રે માં.

કંઈક કે, તારા લાડકાને દોર છૂટો દે માં.

માળી બની પપ્પા પ્યારા! બગીચો બચાવી લ્યો.

બચાવી લ્યો બાપ! આ બાળકો બચાવી લ્યો.

‘દેવ’ ઓનલાઈન આ ભણતાં ભણશે.

કહો તો ખરાં કોણ આનાં દિવસો ગણશે?

મોબાઈલમાં ગેમ વધું રમતાં બચાવી લ્યો.

બચાવી લ્યો બાપ! આ બાળકો બચાવી લ્યો.

તમારો દિવો, દિપક, તમારો લાડકો બચાવી લ્યો.

– દેવાયત ભમ્મર :- ૭/૦૯/૨૦૨૧.