બધી સાસુઓ પોતાની પુત્રવધુને પુત્રી માને તો કોઈ ઘરમાં સાસુ વહુના ઝગડા ન થાય, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
1092

સવારે 10 વખત બુમો પાડવા છતાં પણ નથી ઉઠતી ક્યારેય, આજે 6 વાગે ઉઠીને ચા બનાવવા લાગી. છાપું લઇ આવી, છોડને પાણી આપી દીધું, પપ્પાને મોર્નિંગ વોક ઉપર જવા માટે જગાડવા આવી ગઈ. ખરેખર આ બધું શું છે? ઘરના બધા લોકો પલ્લવીને ઘણા આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા.

જ્યારે બધાની આતુરતાનો અંત આવી ગયો તો તેણીએ માસુમ લહેકામાં કહ્યું, ત્યાં સાસરીયામાં મારી આગળ પાછળ ફરવા માટે થોડું કોઈ હશે.

લગ્ન નક્કી થયાના હજુ 3 મહિના જ થયા હતા અને પલ્લવીની સમજણમાં આટલું મોટું પરિવર્તન. દીકરીને મોટી થતી જોઈ બધા ખુશ પણ હતા અને દુઃખી પણ.

લગ્ન થયા. પલ્લવી પોતાના નવા ઘરમાં આવી. સવારે ઊંઘ નહિ ઉડે એવું વિચારીને તે આખી રાત સુતી જ નહિ. જલ્દી સ્નાન કરી, કપડા ધોઈ, પૂજા કરી પોતાની પહેલી રસોઈની તૈયારી કરવા લાગી. શું બનાવું જે સૌને સારું લાગે, ઘરના બાળકોને પણ પસંદ આવે? એ ગડમથલમાં હતી કે એક મીઠો એવો અવાજ આવ્યો, પલ્લવી તું આટલી જલ્દી કેમ ઉઠી ગઈ દીકરી?

એ એવાજમાં રાહતનો અનુભવ હતો. પલ્લવીએ પાછળ વળીને જોયું તો તેની સાસુ ઉભી હતી. તેની સાસુ બોલી લગ્નની દોડધામમાં તું કેટલી પરેશાન થઇ ગઈ હશે, અને જો ઊંઘ પૂરી નહિ કરીશ તો તારી તબિયત બગડી જશે.

પલ્લવી થોડું સ્મિત આપીને આવી નાની-મોટી સમસ્યા તો આવ્યા કરે એવું કહીને પોતાના કામમાં લાગી ગઈ. જોકે પલ્લવીના મનમાં રસોઇને લઈને થોડો ડર હતો, કારણ કે તેનો સંપૂર્ણ અભ્યાસ ઘરેથી દુર રહીને થયો હતો. તે હોસ્ટેલમાં રહેતી હતી જેથી તે ઘરના કામમાં એટલી કુશળ ન હતી જેટલી એક નવી વહુએ હોવું જોઈએ.

લોટ વધુ ઢીલો થઇ જવાથી રોટલી એકદમ ગોળ બની રહી ન હતી. તેને ઘણું ખરાબ પણ લાગી રહ્યું હતું. તે મનમાં ને મનમાં પોતાને દોષ આપી રહી હતી કે, મેં કેમ સમય હતો ત્યારે ઘરના કામ સારી રીતે ન શીખ્યા.

આખો દિવસ બધી વિધિઓ કરવામાં પસાર થઈ ગયો. દુરના મહેમાનો જતા રહ્યા. હવે રાતનું જમવાનું બનાવવાનો સમય થઈ ગયો. બધા લોકો માટે ખાવાનું બનાવવાની તૈયારી થઇ રહી હતી. રસોડામાંથી પલ્લવીની સાસુનો અવાજ આવ્યો, પલ્લવી, જો આજે હું શું બનાવી રહી છું? મટર પનીરનું શાક, ગાજરનો હલવો અને લચ્છા પરોઠા.

આ શું? આ બધી તો મારી પસંદની વસ્તુ છે, મારી ફેવરીટ ડીશો છે. પલ્લવી મનમાં ને મનમાં બોલી. તેણીએ સમજાતું ન હતું કે તે સપનું જોઈ રહી છે કે આ હકીકત છે.

તેની સાસુએ તેના મનમાં રહેલા થોડા સંકોચ, થોડા ડર અને થોડા વિસ્મયી ભાવોને પામી લીધા. તેમને પલ્લવીને પોતાની પાસે બોલાવી અને ટેબલ પર બેસાડીને કહ્યું, મારા મતે લગ્ન કોઈ પરીક્ષા નથી કે જ્યાં ડગલેને પગલે તને કોઈ ટેસ્ટમાં પાસ થવા પર નંબર આપવામાં આવે. તારી ખુશીઓની જેટલી જવાબદારી મારા દીકરાની છે એટલી જ અમારી પણ છે.

હું તમે આ ઘરમાં માત્ર કામ કરાવવા, તારી ખાસિયતોને પરખવા, તારી આઝાદી છીનવવા, કે તું મારા માટે શું શું બલીદાન આપી શકે છે, તે જાણવા માટે નથી લાવી. મારે તો માત્ર એક મિત્ર અને સાથી જોઈએ જે હું ક્યારેક નબળી પડી જાઉં તો મને સંભાળી શકે. હું તને એ દોરો બનાવવા માંગું છું જે આ ઘરના બધા મોતીઓને પ્રેમ અને સ્નેહની માળામાં પરોવી રાખે.

તને આ ઘરના સમય અને શેડ્યુલ સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે. ખાવાનું બનાવવામાં અને ઘરનું કામ કરવામાં કુશળતા એ ગૌણ છે. મુખ્ય વાત જે તને આવડવી જોઈએ તે છે પ્રેમ કરવો, પરિવાર સાથે, નાના નાના પરિવર્તનથી અને સૌથી જરૂરી પોતાની જાતને. તે બરોબર સાંભળ્યું. જ્યાં સુધી તું પોતાને પ્રેમ નહી કરે ત્યાં સુધી તું ખુશ નહિ રહી શકે. આ લગ્ન તારા સપનાની કુરબાની નથી દીકરા, આ તો સપનાની ઉડાન છે. અમે બધા તારી સાથે છીએ, દરેક ડગલે, દરેક ક્ષણે, દરેક સમયે.

સમય પસાર થતો ગયો અને પલ્લવીના લગ્નને આજે 9 વર્ષ થઇ ગયા છે. આ સમય દરમિયાન તેણીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા. ક્યારેક કસુવાવડ, ક્યારેક પૈસાની તંગી, ક્યારેક પતિ સાથે મતભેદ, ક્યારેક બાળકોનું ટેન્શન, પણ આજે પણ તેની સાસુ તેની સાથે ઉભી છે. અને હવે તે દરેક ક્ષણ એવી કામના કરે છે કે, જયારે પણ તેનો દીકરો તેની વહુને ઘરે લઈને આવે તો તે પણ પોતાની સાસુ જેવી સાસુ બની શકે.

આજે સમાજમાં કેટલાક ભાગોમાં સાસુઓ વહુ માટે માં બનવામાં વિશ્વાસ નથી રાખતી. પણ મારી વિનંતી છે કે જયારે આપણે કોઈ છોકરીને ઘરમાં લાવીએ તો તેનો તેની ખામીઓ સાથે સ્વીકાર કરો. જે રીતે આપણે આપણા બાળકોને થોડું વઢીને અને તેનાથી વધુ પ્રેમથી તેમની સંભાળ લઈએ છીએ, તે રીતે વહુ સાથે પણ કરીએ.

આ લેખ તે બધી સાસુઓને સમર્પિત છે, જેમણે પોતાના પ્રેમ, વર્તન, વિચારથી સાસુની સ્ટીરિયોટાઇપ છાપને બદલવાનું બીડું ઉપાડ્યું અને નારીને નારીનું સન્માન કરતા શીખવ્યું.