દુનિયા ના ૫૧ શક્તિપીઠોમાંથી 3 શક્તિપીઠો ગુજરાતમાં આવેલ છે જે પૈકી એક જગવિખ્યાત મંદિર એટલે મહેસાણા જિલ્લા મા આવેલ બહુચરાજી માતા નું મંદિર.
શ્રી બહુચરાજી માતા, મહેસાણા જિલ્લો.
બહુચરાજી માઁ નો ઇતિહાસ :
બહુચરાજી કે બેચર માઁ એ હિન્દુ દેવી છે, જેમની આરાધના ખાસ કરી ને ગુજરાતી લોકો કરતાં હોય છે.
ગુજરાત ના હળવદ તાલુકામાં આવેલ સાપકડા ગામમાં ચાર દેવીઓ નો જન્મ થયો હતો જેમાંથી એક દેવી બહુચરાજી માઁ છે.
બહુચરાજી માઁ અને તેમની બહેન વણજારા સાથે જતા હતા ત્યારે બાપીયા નામક લૂ ટારૂ એ તેમના કાફલા પર હુ મલો કરેલો.
ચારણો ની પરંપરા મુજબ જ્યારે કોઈ શક્તિશાળી શત્રુઓ નો સામનો કરવાનો હોય ત્યારે દુશ્મન ના શરણે થવાને બદલે પોતે પોતાનો જજી વકાઢી નાખે છે, જેને “ત્રાગું” કહેવાય છે.
અહીંયા તેજ મુજબ બહુચરાજી માતા અને તેની બહેને ત્રાગું કર્યું.
ચારણો નું લો હી કાઢવું એને ઘો ર પાપ ગણવામાં આવે છે.
આથી લૂ ટારૂ બાપીયો શ્રાપિત થયો અને ન પુસંક બની ગયો.
અને આ શ્રાપ ત્યારે દૂર થયો જ્યારે બાપીયા લૂ ટારૂ સ્ત્રીઓ ના વસ્ત્રો ધારણ કરી ને બહુચરા માતા ની આરાધના કરી. આથી હી જડા લોકો આજસુધી પણ બહુચરાજી માતા ની ભક્તિ કરે છે અને પોતાના આરાધ્ય દેવી માને છે.
બહુચરા માતા નું વાહન કૂકડો છે.
બહુચરાજી માતા ઘણી બધી જ્ઞાતિઓ ના કુળદેવી હોય છે.
ગુજરાત ના મહેસાણા જિલ્લા મા આવેલ આ જગવિખ્યાત મંદિર અમદાવાદ થી ૧૧૦ કિલોમીટર ના અંતરે આવેલ છે અને મહેસાણા થી ૪૦ કિલોમીટર ના અંતરે આવેલ છે.
ભાવનગર મા પણ બાર્ટન લાઇબ્રેરી ની સામે ખૂબજ જૂનું અને પ્રખ્યાત બહુચરાજી માતા નું મંદિર આવેલ છે જ્યાં પૂનમ ના દિવસે ખાસ શ્રદ્ધાળુઓ દર્શન નો લાભ લેવા ઉમટી પડે છે.
એવું માનવામાં આવે છે કે બહુચરાજી માતા ના દર્શન કરવાથી તમારા પૂર્વ જન્મ ના પાપ નાશ થાય છે.
આપ સૌના પરિવાર ને બહુચરાજી માતા આશીર્વાદ આપે.
તુષાર પટેલની કલમે.
(સાભાર ઈંગ્લીશ મીડીયમ, અમર કથાઓ ગ્રુપ)