બજરંગબલી દાદાના આ મંદિરમાં શ્રીફળ વધેરવુ નિષેધ છે, જાણો ક્યાં આવેલું છે મંદિર?

0
472

જય હનુમાન.

શનિવાર એટલે બજરંગબલી દાદાને તો યાદ કરવાં જ પડે, શનિવારે દાદાને તેલ, આંકડાં ના ફૂલની માળા ધરી શ્રીફળ વધેરવાની એક સર્વ સામાન્ય પ્રણાલી રહી છે. પરંતુ ચારધામ યાત્રા વખતે એક હનુમાનજી નું એવું મંદિર જોયેલું જ્યાં શ્રીફળ વધેરવુ નિષેધ છે. જે માત્ર આખે આખું શ્રીફળ દાદાને ધરી ત્યાં મંદિરના સ્તંભો ઉપર બાંધી દેવાનું.

આવા હજારોની સંખ્યામાં સ્તંભો પર શ્રીફળ બાંધેલા જોઇ અચરજ તો થાય જ…! આ મંદિર ઉત્તરાખંડના ઉત્તરકાશી ગામની મધ્યમાં આવેલ અતિ પૌરાણિક વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલું છે.

મૂળ આ મંદિર પરશુરામ દ્વારા રચિત છે. જે આ હનુમાનજીના મંદિર સંદર્ભે એવી લોક વાયકા પ્રચલિત છે કે મહાભારતના યુધ્ધ બાદ પાંડવો પાપ વિમોચન અર્થે હિમાલયમાં વિચરણ કરી રહ્યા હોય છે, ત્યારે પંથ પર રસ્તો રોકી એક વૃદ્ધ વાનર બેઠો હોય છે. વૃદ્ધત્વને કારણે અહીંથી ઉઠવા અસમર્થતા દર્શાવે છે, એટલે સ્વભાવગત ભીમને તો ગુસ્સો આવવો જોઈએ…!

જેથી આ વૃદ્ધ વાનર સ્વ બચાવમાં પૂંછડું ફેલાવી ભીમને બંધક બનાવે છે, તેથી ભીમ આ દૈવી સ્વરૂપ ને પામી જાય છે અને અસલી રૂપના દર્શન માટે વિનવે છે અને સાક્ષાત મહાબલી હનુમાન પ્રગટ થાય છે. ત્યારથી સાક્ષાત બજરંગબલી અત્રે બિરાજમાન છે. પણ શ્રીફળ ન વધેરવાની આ પ્રણાલી પરંપરા કેમ બની ગઇ? એ પણ એક અનંત ચર્ચા નો વિષય છે. કે કદાચ સાક્ષાત હનુમાનજી તમારી ભેટ પ્રત્યક્ષ સ્વિકારી કૃપાદૃષ્ટિ વરસાવતાં હોય એ ભાવ પણ હોઇ શકે…!

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)