બજરંગબલીની કૃપાથી આ અંકવાળા માટે આજનો દિવસ ભાગ્યશાળી છે, કોઈપણ ભેટ મળી શકે છે. 

0
582

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

આજે તમને આગળ વધવાની નવી તકો મળી શકે છે. પૈસાની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ઓફિસના કાર્યો કે લક્ષ્યાંક પૂરા થશે. રોકાણ કરતા પહેલા દસ્તાવેજ વાંચો. રોમાંસથી ભરેલો દિવસ છે, જીવનસાથી સાથે મુલાકાત થઈ શકે છે. મનની ઈચ્છા પૂરી થશે, તમે નાની યાત્રા પર જઈ શકો છો. તમારું આકર્ષણ પ્રેમીને આકર્ષિત કરશે. વ્યવસાય અને નોકરીના સંદર્ભમાં તમારી સ્થિતિ મજબૂત બની શકે છે.

લકી નંબર – 2

લકી રંગ – નારંગી

અંક રાશિફળ – જન્મ અંક 02 :

આજે ભાગ્ય તમારો સાથ આપશે. વિચારેલા કામ સરળતાથી પૂરા થઈ શકે છે. ઓફિસની પરિસ્થિતિઓમાં પણ કેટલાક સારા બદલાવ આવી શકે છે. આજે તમે આકર્ષક લાગશો, શોભશો, પ્રેમીને સુંદર લાગશો. સમજી વિચારીને કોઈને ઉધાર આપો. પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડશે, લાગણીશીલ ન બનો. યોગ્ય શબ્દોનો ઉપયોગ જીવનમાં લાભ લાવશે.

લકી નંબર – 14

લકી રંગ – કેસરી

અંક રાશિફળ – જન્મ અંક 03 :

કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો. અચાનક ધનલાભ થઈ રહ્યો છે. પ્લાનિંગ કરીને કરેલા કામ પૂરા થઈ શકે છે. તમે જૂના મિત્રોને મળી શકો છો. લગ્નની ખરીદી પર ખર્ચ વધશે. ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકશો. કારણ વગરનો ગુસ્સો ટાળો. આજે પ્રેમ સંબંધમાં ઉંડાણ વધશે.

લકી નંબર – 12

લકી રંગ – પીળો

અંક રાશિફળ – જન્મ અંક 04 :

અચાનક ધનલાભ થઈ રહ્યો છે, પોતાનું ધ્યાન રાખવું. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. દિવસભર વ્યસ્તતા રહેશે. બાળકો અને પરિવારને સમય આપી શકશો નહીં. કામમાં તણાવ રહેશે. તમે ઘર માટે ફર્નિચર અથવા કોઈપણ વસ્તુઓ ખરીદી શકો છો. વધારાની આવક માટે યોજના બનાવો.

લકી નંબર – 26

લકી રંગ – લાલ

અંક રાશિફળ – જન્મ અંક 05 :

જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમે ફેરફાર કરવાનું વિચારી શકો છો. તમે સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. મન થોડું વિચલિત રહેશે. ધીરજની જરૂર છે. નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે. ટીમનો સહયોગ મળશે. તમારી મહેનત તમને નવા આયામો પર લઈ જશે. વિવાહિત યુગલો પ્રવાસનો કાર્યક્રમ બનાવી શકે છે.

લકી નંબર – 4

લકી રંગ – ભુરો

અંક રાશિફળ – જન્મ અંક 06 :

નોકરી અને ધંધામાં આજે વધુ કામ થશે. સહકાર્યકરોનો સહયોગ ઓછો મળશે. દિવસ સારો રહેશે. બાળકોનું એડમીશન કરાવો. ભાગ્યશાળી દિવસ છે. કોઈપણ ભેટ મળી શકે છે. પ્રભાવશાળી વ્યક્તિના કારણે વેપારમાં પ્રગતિ થશે.

લકી નંબર – 2

લકી રંગ – સોનેરી

અંક રાશિફળ – જન્મ અંક 07 :

વિશ્વાસુ મિત્ર તરફથી સમયસર મદદ મળશે. તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ શકો છો. તમારા મનમાં અટવાયેલી બાબતોને દૂર કરો. તમને જીવનમાં કંઈક કરવાનો મોકો મળ્યો છે, તમારું શ્રેષ્ઠ આપો, તમે શિક્ષણ ક્ષેત્રે વધુ સારું કરશો. પ્લાનિંગ સાથે તમામ કામ પૂરા થઈ શકે છે.

લકી નંબર – 3

લકી રંગ – રાખોડી

અંક રાશિફળ – જન્મ અંક 08 :

કોર્ટ-કચેરીની બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે. વિરોધીઓનો પરાજય થશે. તમે વિદેશમાં સ્થળાંતરિત થઈ શકો છો, તમારી મહેનતનું પરિણામ અનુભવશો, સોશિયલ મીડિયા પર પ્રભુત્વ મેળવશો. તમારા સ્ટેટસને લાઈક્સ મળશે. વધારાના ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. અવિવાહિત લોકોને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. ભાઈ-બહેન તરફથી અચાનક લાભ થશે.

લકી નંબર – 27

લકી રંગ – પીળો

અંક રાશિફળ – જન્મ અંક 09 :

પારિવારિક તણાવ તમને પરેશાન કરશે. કામમાં આત્મવિશ્વાસ અનુભવો. નાણાકીય સ્થિતિમાં મોટા ફેરફારની સંભાવના છે. પૈસા ખર્ચ થઈ શકે છે. અચાનક ખર્ચ થઈ શકે છે. કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, મન વ્યગ્ર રહેશે. તમે લાંબા પ્રવાસ પર જઈ શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

લકી નંબર – 1

લકી રંગ – પીળો

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.