બાળ ગણેશ અને અભિમાની ચંદ્રની રોચક સ્ટોરી, જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ.

0
484

ગણેશજીએ આવી રીતે કર્યો ચંદ્રના અભિમાનને ચકનાચૂર, આપ્યો એવો શ્રાપ કે ચંદ્રએ માંગી માફી. દરેકને ખબર છે કે ગણેશજીને મોદક અને મીઠાઈ કેટલી પસંદ છે. કદાચ એટલા માટે પણ તે કોઈના પણ નિમંત્રણનો સ્વીકાર કરી લે છે અને પેટ ભરવા સાથે જ મન ભરીને મીઠાઈ ખાય છે.

એક વખતની વાત છે ધનપતિ કુબેરે ભગવાન શિવ અને માતા પાર્વતીને ભોજન માટે બોલાવ્યા, પરંતુ ભગવાન શિવે કહ્યું કે હું કૈલાશ છોડીને ક્યાંય નથી જતો અને પાર્વતીજીએ કહ્યું કે હું મારા સ્વામીને છોડીને ક્યાય જઈ શકતી નથી, ત્યારે તેમણે કહ્યું કે તમે મારી જગ્યાએ ગણેશને લઇ જાવ, આમ પણ તેને મીઠાઈ અને ભોજન ઘણા પસંદ આવે છે.

ત્યારે કુબેર ગણેશજીને તેની સાથે ભોજન ઉપર લઇ ગયા. ત્યાં તેમણે મન મૂકીને મીઠાઈ અને મોદક ખાધા. પાછા આવતી વખતે કુબેરે તેને મીઠાઈનો થાળ આપીને વિદાય કર્યા. પાછા ફરતી વખતે ચંદ્રની ચાંદનીમાં ગણેશજી તેના ઉંદર ઉપર બેસીને આવી રહ્યા હતા, પરંતુ વધુ ખાઈ લેવાને કારણે ઘણી મુશ્કેલીથી પોતાને સાંભળી શકતા હતા. તે સમયે અચાનક ઉંદરનો પગ કોઈ પથ્થરને લાગીને ડગમગાવા લાગ્યો. તેનાથી ગણેશજી ઉંદર ઉપર પડી ગયા અને પેટ વધુ ભરેલું હોવાને કારણે પોતાને સાંભળી ન શક્યા અને મીઠાઈઓ પણ ત્યાને ત્યાં જ પડી ગઈ.

આ બધું ચંદ્ર દેવ ઉપરથી જોઈ રહ્યા હતા. તેમણે જેવા ગણેશજીને પડતા જોયા, તો પોતાને હસતા ન રોકી શક્યા અને તેની મજાક ઉડાવતા કહ્યું કે જયારે પોતાને સાંભળી શકતા નથી, તો આટલું બધું કેમ ખાવ છો. ચંદ્રની વાત સાંભળીને ગણેશજીને ગુસ્સો આવી ગયો. તેમણે વિચાર્યું કે ઘમંડમાં આવી જઈને ચંદ્ર મને ઉભા કરવા માટે કોઈ પ્રકારની મદદ નથી કરી રહ્યા અને ઉપરથી મારી મજાક ઉડાવી રહ્યા છે. એટલા માટે ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો કે જે પણ ગણેશ ચતુર્થીના દિવસે તમને જોશે તે લોકો સામે ચોર કહેવાશે.

શ્રાપની વાત સાંભળીને ચંદ્ર ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે તો પછી હવે મને કોઈ નહિ જોય. તેમણે તરત જ ગણેશજી પાસે માફી માગી. થોડી વાર પછી જયારે ગણેશજીનો ગુસ્સો શાંત થયો, ત્યારે તેમણે કહ્યું કે હું શ્રાપ તો પાછો નથી લઇ શકતો, પરંતુ તમને એક વરદાન અપૂ છું કે જો તે વ્યક્તિ આવતી ગણેશ ચતુર્થીએ તમને જોશે, તો તેની ઉપરથી ચોર હોવાનો શ્રાપ ઉતરી જશે. ત્યારે જઈને ચંદ્રના જીવમાં જીવ આવ્યો.

તે ઉપરાંત એક બીજી કથા સાંભળવામાં આવી છે કે ગણેશજીએ ચંદ્રને તેની મજાક ઉડાવવાથી શ્રાપ આપી દીધો હતો કે આજ પછી કોઈને દેખાશે નહિ. ચંદ્રના માફી માગવાથી તેમણે કહ્યું કે હું શ્રાપ પાછો નથી લઇ શકતો, પરંતુ એક વરદાન આપું છું કે તું મહિનામાં એક દિવસ કોઈને પણ નહિ જોવા મળે અને મહિનામાં એક દિવસ પૂર્ણ રીતે આકાશ ઉપર જોવા મળશે. બસ ત્યારથી ચંદ્ર પુનમના દિવસે આખો જોવા મળે છે અને અમાસના દિવસે જોવા મળતો નથી.

આ માહિતી મોમજંકશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.