બાળક ધ્રુવની ધ્રુવ તારો બનવાની કથા, દરેકે પોતાના બાળકને જરૂર જણાવવી જોઈએ.

0
1507

પિતાના ખોળામાં બેસવા મળ્યું નહિ તો ધ્રુવે કરી કઠોર તપસ્યા, વાંચો ધ્રુવમાંથી ધ્રુવ તારો બનાવની કથા. રાજા ઉત્તાનપાદ બ્રહ્માજીના માનસ પુત્ર સ્વયંભુ મનુના પુત્ર હતા, તેની સુનીતી અને સુરૂચી નામની બે પત્નીઓ હતી. તેને સુનીતીથી ધ્રુવ અને સુરુચીથી ઉત્તમ નામના પુત્ર પ્રાપ્ત થયા. તે બંને રાજકુમારોને અપાર પ્રેમ કરતા હતા.
યદ્દ્પતી સુનીતી ધુવ સાથે સાથે ઉત્તમને પણ તેનો પુત્ર માનતી હતી, તેમજ રાણી સુરુચિ ધુવ અને સુનીતીથી ઈર્ષા અને ધ્રુણા કરતી હતી. તે હંમેશા તેને નીચા દેખાડવાની તક શોધતી રહેતી હતી.

એક વખત ઉત્તમને ઉત્તાનપાદ ખોળામાં લઈને વ્હાલ કરી રહ્યા હતા. ત્યારે ધ્રુવ પણ ત્યાં આવી ગયો. ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલો જોઇને તે પણ તેના ખોળામાં બેઠો. તે વાત સુરુચિને ન ગમી. તેણે ધ્રુવને પિતાના ખોળામાંથી નીચે ખેચીને કડવા વચન સંભળાવ્યા. ધ્રુવ રડતો રડતો માતા સુનીતી પાસે ગયો અને સંપૂર્ણ વાત જણાવી દીધી.

તે તેને સમજાવીને કહ્યું, વત્સ, ભલે કોઈ તારું અપમાન કરે, પરંતુ તું મનમાં બીજા માટે અમંગળની ઈચ્છા ક્યારે પણ ન કરીશ. જે માણસ બીજાને દુઃખ આપે છે, તેને સ્વયં જ તેનું ફળ ભોગવવું પડે છે. પુત્ર જો તું પિતાના ખોળામાં બેસવા માંગે છે, તો ભગવાન વિષ્ણુની આરાધના કરી તેને પ્રસન્ન કર. તેની કૃપાથી જ તારા પિતામહ સ્વયંભુ મનુને દુર્લભ લૌકિક અને અલૌકિક સુખ ભોગવ્યા પછી મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. એટલા માટે પુત્ર, તું પણ તેની આરાધનામાં લાગી જા. માત્ર તે જ તારા દુઃખોને દુર કરી શકે છે.

સુનીતીની વાત સાંભળીને ધ્રુવના મનમાં શ્રીવિષ્ણુ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધાનો ભાવ ઉત્પન થઇ ગયો. તે ઘર છોડીને વન તરફ નીકળી પડ્યો. ભગવાન વિષ્ણુની કૃપાથી વનમાં તેને દેવર્ષિ નારદ જોવા મળ્યા. તેમણે ધ્રુવને શ્રીવિષ્ણુની પૂજા આરાધનાની વિધિ જણાવી.

ધ્રુવે યમુનાના જળમાં સ્નાન કર્યું અને નિરાહાર રહીને એકાગ્ર મનથી શ્રીવિષ્ણુની આરાધના કરવા લાગ્યો. પાંચ મહિના પસાર થઇ ગયા તે પગના એક અંગુઠા ઉપર સ્થિર રહીને તપસ્યા કરવા લાગ્યો.

ધીમે ધીમે તેનું તેજ વધતું ગયું. તેના તપથી ત્રણે લોક કંપાયમન થઇ ઉઠ્યા. જયારે તેના અંગુઠાના ભારથી પૃથ્વી દબાવા લાગી, ત્યારે ભગવાન વિષ્ણુ ભક્ત ધ્રુવ સામે પ્રગટ થયા અને તેની ઈચ્છા પૂછી.

ધ્રુવ ભાવ વિભોર થઈને બોલ્યો, ભગવાન જયારે મારી માતા સુરુચિએ અપમાનજનક શબ્દ કહીને મને પિતાના ખોળામાંથી ઉતારી દીધો હતો, ત્યારે માતા સુનીતીના કહેવાથી મેં મનમાંને મનમાં આ નિર્ણય કર્યો હતો કે જે પરબ્રહમ ભગવાન શ્રીવિષ્ણુ આ સંપૂર્ણ જગતના પિતા છે, જેના માટે દરેક જીવ એક સમાન છે, હવે હું માત્ર તેમના જ ખોળામાં બેસીશ. એટલા માટે જો તમે પ્રસન્ન થઈને મને વરદાન દેવા માગો છો? તો મને તમારા ખોળામાં સ્થાન પ્રદાન કરો, જેથી કે મને તે સ્થાનથી કોઈ પણ ઉતારી ન શકે. મારી માત્ર એટલી જ અભિલાષા છે.

શ્રીવિષ્ણુ બોલ્યા, વત્સ તે માત્ર મારો સ્નેહ પ્રાપ્ત કરવા માટે આટલી કઠોર તપસ્યા કરી છે. એટલા માટે તારી નિ:સ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઇને હું તમે એવું સ્થાન પ્રદાન કરીશ, જે આજ સુધી કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. તે બ્રહ્માંડ મારો અંશ અને આકાશ મારો ખોળો છે. હું તને મારા ખોળામાં સ્થાન પ્રદાન કરું છું. આજથી તું ધ્રુવ નામના તારા સ્વરૂપમાં સ્થાપિત થઈને બ્રહ્માંડને પ્રકાશમાન કરીશ.

તેનાથી આગળ શ્રીવિષ્ણુએ કહ્યું, તારું પદ સપ્તર્ષિઓથી પણ મોટું હશે અને તે હંમેશા તારી પરિક્રમા કરશે. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે, કોઈ પણ તને એ સ્થાન ઉપરથી નહિ દુર કરી શકે. વત્સ હવે તું ઘરે પાછો જતો રહે. થોડા સમય પછી તારા પિતા તને રાજ્ય સોપીને વનમાં જતા રહેશે. પૃથ્વી ઉપર છત્રીસ હજાર વર્ષો સુધી ધર્મપૂર્વક રાજ્ય ભોગવીને છેલ્લે તું મારી પાસે આવીશ.

એટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઇ ગયા. આ રીતે તેની ભક્તિથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી બાળક ધ્રુવ સંસારમાં અમર થઇ ગયા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.