આ રીતે થયા હતા બલરામ અને રેવતીના લગ્ન, વાંચો રોચક કથા.

0
831

રેવતીના લગ્ન માટે તેના પિતા સ્વર્ગ સુધી પહોંચી ગયા હતા, પણ જયારે પાછા આવ્યા ત્યારે…

તમે બધા બલરામજીને તો ઓળખતા જ હશો. જી હા, અમે અહીં શ્રીકૃષ્ણના ભાઈ બલરામની વાત કરી રહ્યાં છીએ. દ્વાપર યુગમાં બલરામજીના લગ્ન રેવતી સાથે સંપન્ન થયા હતા. પણ તેમના લગ્ન કેવી રીતે થયા તેના વિષે કદાચ દરેક વ્યક્તિને ખબર નહિ હોય. આથી આજે અમે તમને બલરામજી અને રેવતીના લગ્નની પૌરાણિક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ.

બલરામ અને રેવતીના લગ્ન : પૌરાણિક માન્યતાઓ અનુસાર, રેવતી મહારાજ રેવતકની પુત્રી હતી. તેમનો જન્મ દિવ્ય અગ્નિથી થયો હતો. રેવતી ઘણી જ સુંદર હતી. સાથે જ તે વિનમ્ર ગુણોથી પરિપૂર્ણ હતી. જયારે રેવતી મોટી થઇ અને લગ્ન યોગ્ય થઈ તો તેમણે નિશ્ચય કર્યો કે, તે લગ્ન કરશે તો એવા વ્યક્તિ સાથે કરશે જે દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી હોય. ત્યારબાદ રાજા રેવતકે સૌથી શક્તિશાળી વ્યક્તિની શોધ શરૂ કરી. પણ તેમને ધરતી પર કોઈ એવું વ્યક્તિ મળ્યું જ નહિ.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજા રેવતક બ્રહ્મ લોક ગયા. તેમણે બ્રહ્માજીને પૂછ્યું કે, તે તેમને કોઈ એવા વ્યક્તિ વિષે જણાવે જે ઘણા શક્તિશાળી હોય. ત્યારે બ્રહ્માજીએ રાજા રેવતકને બલરામ વિષે જણાવ્યું. પછી રાજા ધરતી પર પાછા આવી ગયા. તે બલરામજીને મળવા માટે તેમની પાસે ગયા. પણ જ્યાં સુધી રેવતક ધરતી પર પહોંચ્યા ત્યાં સુધી સતયુગ અને ત્રેતાયુગ બંને જ પસાર થઈ ગયા હતા. જયારે તે ધરતી પર પહોંચ્યા તો ત્યાં લોકો ઘણા નાના હતા.

ત્યારબાદ તે બલરામજી પાસે ગયા અને કહ્યું કે, તેમની દીકરી બલરામથી લાંબી છે. એવામાં રેવતીના લગ્ન તેમની સાથે કેવી રીતે થઈ શકે છે. ત્યારે બલરામજીએ કહ્યું કે, તેમના ધરતી પર આવવા સુધીમાં સતયુગ અને ત્રેતાયુગ બંને જ પસાર થઇ ચુક્યા હતા. હવે દ્વાપરયુગની શરૂઆત થઈ ચુકી છે. તે દરમિયાન જ બલરામજીએ રેવતીના માથા પર પોતાનું હળ મૂક્યું અને તેમનું માથું દબાવ્યું. અને રેવતીનો આકાર બલરામ કરતા નાનો થઈ ગયો. ત્યારબાદ બલરામ અને રેવતીના લગ્ન સંપન્ન થયા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.