મરતા સમયે બાલીએ અંગદને કહી હતી આ ત્રણ જ્ઞાનની વાતો, તમે પણ જાણો.

0
714

શ્રીરામના તીરથી ઘાયલ થયેલા બાલીએ પોતાના અંતિમ સમયમાં અંગદને જણાવી હતી આ ખાસ વાતો.

રામાયણમાં જયારે શ્રીરામે બાલીને બાણ માર્યું તો તે ઘાયલ થઈને પૃથ્વી પર પડી ગયો હતો. તે અવસ્થામાં જયારે પુત્ર અંગદ તેની પાસે આવ્યો તો બાલીએ તેને જ્ઞાનની વાતો જણાવી હતી. તે વાતો આજે આપણને ઘણી મુશ્કેલીઓથી બચાવી શકે છે. આવો જાણીએ તે વાતો કઈ છે.

મરતા સમયે બાલીએ અંગદને કહી હતી આ વાતો :

બાલીએ કહ્યું હતું :

દેશકાલૌ ભજસ્વાદય ક્ષણમાણ: પ્રિયાપ્રિયે,

સુખ દુઃખ સહ કાલે સુગ્રીવવશગો ભવ.

આ શ્લોકમાં બાલીએ અંગદને જ્ઞાનની ત્રણ વાતો જણાવી છે.

દેશ કાળ અને પરિસ્થિતિઓને સમજો.

કોઈની સાથે ક્યારે, ક્યાં અને કેવો વ્યવહાર કરવો તેનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

પસંદ-નાપસંદ, સુખ-દુઃખને સહન કરવા જોઈએ અને ક્ષમાભાવ સાથે જીવન પસાર કરવું જોઈએ.

બાલીએ અંગદને કહ્યું આ વાતોને ધ્યાનમાં રાખીને હવે તું સુગ્રીવ સાથે રહેજે.

જો આજના સમયમાં પણ આ વાતોનું ધ્યાન રાખવામાં આવે, તો દરેક માણસ ખરાબ સમયથી બચી શકે છે. સારી-ખરાબ સ્થિતિમાં શાંતિ અને ધૈર્ય સાથે આચરણ કરવું જોઈએ.

આ છે બાલીના વધનો પ્રસંગ :

જયારે બાલી શ્રીરામના બાણથી ઘાયલ થઈને પૃથ્વી પર પડી ગયો, ત્યારે બાલીએ શ્રીરામને કહ્યું કે તમે ધર્મની રક્ષા કરો છો, તો મને આ રીતે બાણ કેમ માર્યું?

આ પ્રશ્નના જવાબમાં શ્રીરામે કહ્યું કે, નાના ભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની અને પુત્રી આ દરેક સમાન હોય છે, અને જે વ્યક્તિ તેમને ખરાબ નજરથી જુએ છે તેમને મારવા કોઈ પાપ નથી હોતું. બાલી તે પોતાના ભાઈ સુગ્રીવની પત્ની પર ખરાબ નજર રાખી અને સુગ્રીવને મારવાનો પ્રયત્ન કર્યો. આ પાપને કારણે મેં તને બાણ માર્યું છે. આ જવાબથી બાલી સંતુષ્ટ થઇ ગયો અને શ્રીરામ સમક્ષ પોતે કરેલા પાપોની માફી માંગી. ત્યારબાદ બાલીએ અંગદને શ્રીરામની સેવામાં સોંપી દીધો.

ત્યારબાદ બાલીએ પ્રાણ ત્યાગી દીધા. બાલીની પત્ની તારા વિલાપ કરવા લાગી. ત્યારે શ્રીરામે તારાને જ્ઞાન આપ્યું કે, આ શરીર પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ ભેગા મળીને બન્યું છે. બાલીનું શરીર તારી સામે સૂતું છે, પણ તેની આત્મા અમર છે એટલા વિલાપ નહિ કરવો જોઈએ. આ રીતે સમજાવ્યા પછી તારા શાંત થઇ. ત્યારબાદ શ્રીરામે સુગ્રીવને રાજ્ય સોંપી દીધું.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.