બલ્લાલેશ્વર વિનાયક મંદિર – અષ્ટવિનાયક યાત્રાનું ત્રીજું પગલું, જાણો તેની રોચક વાતો.

0
576

અષ્ટવિનાયક શક્તિપીઠોમાંથી એક છે બલ્લાલેશ્વર વિનાયક મંદિર, જાણો કેવી રીતે પડ્યું બલ્લાલેશ્વર નામ. આજે અમે જણાવી રહ્યા છીએ ભગવાન ગણેશના મહારાષ્ટ્ર આવેલા અષ્ટવિનાયક મંદિરો વિષે. અષ્ટવિનાયક તીર્થ યાત્રાની શરુઆત મોરેગાંવના મોરેશ્વર કે કહીએ મયુરેશ્વર મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવાથી થાય છે. મયુરેશ્વર ઉપરાંત સિદ્ધટેકના સિદ્ધીવિનાયક મંદિરમાં ભગવાન વિનાયકની આરાધના કરવામાં આવે છે.

મોરેશ્વર અને સિદ્ધીવિનાયક ઉપરાંત અષ્ટવિનાયક તીર્થ યાત્રાનો ત્રીજો પડાવ આવે છે, બલ્લાલેશ્વર વિનાયક મંદિરનો. મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના પાલી ગામમાં ભગવાન શ્રીગણેશ નું આ મંદિર આવેલુ છે. આવો જાણીએ બલ્લાલેશ્વર વિનાયક વિષે.

અહિયાં ભગવાન ગણેશને કહે છે બલ્લાલેશ્વર વિનાયક વિનાયક :

મહારાષ્ટ્રના મુંબઈ(124 કી.મી.) અને પુણે (111 કી.મી.) થી લગભગ સમાન અંતર ઉપર રાયગઢ જીલ્લાના પાલી ગામમાં ભગવાન ગણેશનું આ મંદિર આવેલું છે. આ અષ્ટવિનાયક શક્તિપીઠો માંથી એક માનવામાં આવે છે. આ મંદિર સાથે માન્યતા જોડાયેલી છે કે આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન ગણેશ કોઈ સામાન્ય વ્યક્તિ જેવા વસ્ત્રોમાં છે. માન્યતા છે કે ભગવાન ગણેશે અહિયાં તેમના ભક્ત બલ્લાલને એક બ્રાહ્મણના વેશમાં દર્શન આપ્યા હતા.

ભગવાન ગણેશ ભક્તના બલ્લાલના નામ ઉપરથી જ આ મંદિરનું નામ બલ્લાલેશ્વર વિનાયક પડ્યું. માન્યતા છે કે ભગવાન શ્રી વિનાયકનું આ એકમાત્ર મંદિર છે. જેનું નામ તેના ભક્તના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. તેની એક કહાની પણ છે જે કાંઈક આ મુજબ છે.

બલ્લાલેશ્વરની કહાની ઘણા સમય પહેલાની વાત છે પાલી ગામમાં એક શેઠ દંપત્તિ રહેતું હતું. શેઠનું નામ કલ્યાણ તો તેની પત્નીનું નામ ઈંદુવતી હતું. તેને એક પુત્ર પણ હતો. જે ભગવાન ગણેશનો પરમ ભક્ત હતો. નામ હતું બલ્લાલ. તેની ભક્તિથી પિતા ખુશ ન હતા, તે ઇચ્છતા હતા કે બલ્લાલ તેના કામમાં મદદ કરે પરંતુ તે સ્વયં તો આખો દિવસ ભક્તિમાં લીન રહેતો હતો, સાથે જ દરરોજ મિત્રોને ભગવાન ગણેશનો મહિમા સંભળાવતા રહેતા અને તને પણ ભક્તિ માટે પ્રેરિત કરતા.

એક દિવસ મિત્રોના માતા પિતા શેઠ કલ્યાણને ત્યાં ગયા અને ફરિયાદ કરી કે બલ્લાલ પોતે તો કાંઈ નથી કરતો સાથે તે તેમના પુત્રોને પણ બગાડી રહ્યો છે. પછી તો શું શેઠનો પારો સાતમાં આસમાન ઉપર, તે બલ્લાલને શોધતા જંગલમાં જઈ પહોચ્યા, જ્યાં તે ભગવાન ગણેશની આરાધના કરી રહ્યો હતો, તેમણે તેને ઘણો માર્યો ત્યાં સુધી કે ભગવાન ગણેશની મૂર્તિની તે પૂજા કરી રહ્યો હતો, તેને પણ તેમણે ક્ષતિગ્રસ્ત કરવાનો પ્રયત્ન કર્યો.

તેમણે મૂર્તિને ઉપાડીને દુર ફેંકી દીધી અને બલ્લાલને ઝાડ સાથે બાંધીને ત્યાં મરવા માટે છોડી દીધો, આમ તો બલ્લાલની નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઇ ભગવાન ગણેશ બ્રાહ્મણના વેશમાં તેની સામે પ્રગટ થયા અને તેને બંધન માંથી મુક્ત કરી કહ્યું કે તે તેની ભક્તિથી પસન્ન છે, જે માગવાની ઈચ્છા હોય તે માગ. ત્યારે તેમણે કહ્યું કે મારે તમારા શરણ સિવાય કાંઈ જ ન જોઈએ, મારી એટલી ઈચ્છા છે કે તમે આ ક્ષેત્રમાં વાસ કરો.

માન્યતા છે કે ભગવાન શ્રી ગણેશે તેની ઈચ્છા પૂરી કરીને સ્વયંને એક પાષાણ મૂર્તિમાં સ્થાપિત કરી લીધા. ત્યાં તેમના મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું. આ મંદિરની સામે બલ્લાલના પિતાએ જે મૂર્તિને ફેંકી હતી. તેને વિનાયકના નામથી ઓળખવામાં આવે છે. આજે પણ લોકો બલ્લાલેશ્વરના દર્શન કરતા પહેલા ઢુંડી વિનાયકની પૂજા કરે છે.

આ સ્થાન સાથે એ માન્યતા પણ જોડાયેલી છે કે ત્રેતા યુગમાં જે દંડકારણ્યનું વર્ણન છે. તે સ્થાન તેનો ભાગ હતો. એ પણ કે ભગવાન શ્રી રામે આદિશક્તિ માં જગદંબાના અહિયાં દર્શન આપ્યા હતા. અહિયાંથી થોડા જ અંતરે તે સ્થાન પણ દર્શાવવામાં આવે છે. જે સીતાહરણ સમયે રાવણ અને જટાયુમાં યુદ્ધ થયું હતું.

બલ્લાલેશ્રર સ્વરૂપ અને મંદિરની સંરચના : બલ્લાલેશ્વર ભગવાનની મૂર્તિ પાષાણના સિંહાસન ઉપર સ્થાપિત છે. પૂર્વની તરફ મુખ વળી 3 ફૂટ ઉંચી આ મૂર્તિ સ્વનિર્મિત થયેલી લાગે છે. આ મૂર્તિમાં ભગવાન શ્રી ગણેશની સુંઢ ડાબી તરફ વળેલી છે. નેત્રો અને નાભીમાં હીરા જડેલા છે. ભગવાન શ્રી ગણેશની બંને તરફ રિદ્ધી-સિદ્ધીની મૂર્તિઓ પણ છે, જે તેની બંને તરફ લહેરાઈ રહી છે. આ મૂર્તિ બ્રાહ્મણના પોશાકમાં સ્થાપિત લાગે છે. તે બલ્લાલેશ્વર મંદિરની પાછળની તરફ ઢુંડી વિનાયકનું મંદિર છે, તેમાં ભગવાન ગણેશની મૂર્તિનું મોઢું પશ્ચિમ તરફ છે. આ મૂર્તિ પણ સ્વત: બનેલી લાગે છે.

મંદિરની જો વાત કરીએ તો ભગવાન બલ્લાલેશ્વરનું પ્રાચીન મંદિર કાષ્ઠનું બતાવવામાં આવે છે. પરંતુ કાલાંતરમાં તેના જીર્ણ શીર્ણ થયા પછી તેનું પુનઃનિર્માણ થયું જેમાં પાષાણનો ઉપયોગ થયો છે. મંદિરની પાસે જ બે સરોવર પણ છે. તેમાંથી એકનું પાણી ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે છે. એટલું જ નહિ જો ઉંચાઈથી આખું મંદિર જોવામાં આવે તો તે દેવનાગરીના શ્રી અક્ષર જેવું પ્રતીત થાય છે.

માન્યતા છે કે હિંદુ પંચાંગ મુજબ દક્ષિણાયનમાં સૂર્યોદયના સમયે ભગવાન ગણેશની પ્રતિમા ઉપર સૂર્યના કિરણો પડે છે. મંદિરમાં અંત: અને બાહ્ય બે મંડપોનું નિર્માણ કરવામાં આવ્યું છે. બહારનો મંડપ 12 તો અંત: મંડપ 15 ફૂટ ઉંચો છે. અંત: મંડપમાં જ ભગવાન બલ્લાલેશ્વરની મૂર્તિ સ્થાપિત છે.

બહારના મંડપમાં ભગવાન ગણેશના વાહન મુષક જે તેના પંજામાં ભગવાન ગણેશના પ્રિય આહાર મોદકને દબાવેલા છે, તેની મૂર્તિ પણ બનેલી છે. ભગવાન બલ્લાલેશ્વરના આ મંદિરમાં ભાદરવા મહિનાની સુદ એકમથી લઈને પાંચમ વચ્ચે આ ગણેશોત્સવની ધૂમ જોવા મળી શકે છે. આ સમય મંદિરમાં મહાપૂજા અને મહાભોગનું આયોજન પણ કરવામાં આવે છે.

કેવી રીતે પહોચવું બલ્લાલેશ્વર મંદિર? વિમાન, રેલ્વે, અને રોડ ત્રણે રસ્તેથી રાયગઢના પાલી પહોચી શકાય છે. નજીકનું વિમાન મથક મુંબઈ અને પુણે છે તો મુંબઈ, અહમદનગર અને પુણેના રેલ્વે સ્ટેશન. રેલ રસ્તેથી કરજત ઉતરીને બસથી પાલી પહોચી શકાય છે. મુંબઈથી પનવેલ અને ખોપોલી થઈને પાલી 124 કી.મી, દુર પડે છે, જયારે લોનાવલા, ખોપોલી થઈને પુણેથી પાલીનું અંતર રોડ રસ્તેથી 111 કી.મી. થાય છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.