બનારસ, કાશી અથવા વારાણસી, જાણો શું છે બાબા કાશી વિશ્વનાથની નગરીના આ ત્રણ નામો પાછળની સ્ટોરી.

0
592

શું તમે જાણો છો શિવની નગરી કાશીના કુલ કેટલા નામ છે, તેના નામ પાછળની સ્ટોરી શું છે, અહીં જાણો વિસ્તારથી.

બનારસનો ઘાટ અને ગંગા આરતી આ શબ્દો સાંભળતા જ ત્યાં જવાનું મન થઇ જાય છે. એવું લાગે છે કે ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને દરેક વસ્તુનો આનંદ માણીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પવિત્ર ભૂમિને કેટલાક લોકો વારાણસી, કેટલાક બનારસ અને કેટલાક કાશી કેમ કહે છે? આ નામો પાછળની સ્ટોરી શું છે? જો તમે નથી જાણતા, તો ચાલો આજે જાણીએ આ નામો પાછળની સ્ટોરી અને એ પણ જાણીએ કે આ શહેરના કેટલા નામ છે?

કાશીનો અર્થ શું છે? વારાણસીનું સૌથી પહેલું અને જૂનું નામ કાશી છે, જે 3 હજાર વર્ષ જૂનું છે. ધાર્મિક ગ્રંથોમાં પણ આ નામનો ઉલ્લેખ છે. કાશીને કાશિકા પણ કહેવાય છે. કહેવાય છે કે, શિવની નગરી હોવાના કારણે તે હંમેશા ચમકતી રહે છે, તેથી તેનું નામ કાશી પડ્યું. કાશીનો અર્થ થાય છે ‘ચમકતું’, ‘ઉજ્વળ’ અથવા ‘દૈદીપ્યમાન’. જો અહેવાલોનું માનીએ તો, પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશીનો ઉલ્લેખ છે અને સ્કંદમપુરાણમાં કાશીખંડ છે, જેમાં આ શહેરનો ઉલ્લેખ છે. પુરાણો અનુસાર આ વૈષ્ણવ સ્થાન છે.

શું છે બનારસની સ્ટોરી? મુઘલો અને અંગ્રેજોના શાસનકાળથી ચાલતું બનારસ નામ આજે દરેકની જીભ ઉપર છે. હકીકતમાં, પાલી ભાષામાં તેનું નામ બનારસી હતું, જે પછીથી બનારસ બન્યું. તેનું નામ બનાર નામના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે મોહમ્મદ ઘોરીના હુ-મ-લા-ને કારણે અ-વ-સા-ન પામ્યા હતા. આ સિવાય એવું કહેવાય છે કે, અહીંના રંગબેરંગી જીવનને જોઈને મુઘલોએ તેનું નામ બનારસ રાખ્યું હતું. તેના નામ વિશે બીજી પણ અનેક પ્રકારની સ્ટીરો પ્રચલિત છે.

વારાણસી નામ કેવી રીતે પડ્યું? બનારસનું નવું નામ વારાણસી છે, જે બે નદીઓ વરુણા અને અસિ ના નામ પરથી ઉતરી આવ્યું છે. વારાણસીમાં વરુણા નદી ઉત્તરમાં ગંગા નદીને મળે છે અને અસી નદી દક્ષિણમાં ગંગાને મળે છે. બૌદ્ધ વાર્તાઓ અને હિંદુ પુરાણોમાં પણ વારાણસીનો ઉલ્લેખ છે.

બનારસના બીજા પણ ઘણા નામ છે : કાશી, બનારસ, વારાણસી ઉપરાંત આ શહેરને અવિમુક્ત ક્ષેત્ર, આનંદકાનન, મહાસ્મશાન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી, વિશ્વનાથનગરી, મંદિરોનું શહેર, ભારતની ધાર્મિક રાજધાની, ભગવાન શિવની નગરી, દીવાનું શહેર, જ્ઞાન નગરીના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત તેના નામ શંકરપુરી, જિત્વારી, આનંદરૂપા, શ્રીનગરી, અપૂર્ણભાવાભાવભૂમિ, શિવરાજધાની, ગૌરીમુખ, મહાપુરી, ધર્મક્ષેત્ર, વિષ્ણુપુરી, હરિક્ષેત્ર, અલર્કપુરી, નારાયણવાસ, બ્રહ્મવાસ, પોતલી, સુદર્શન, જયનશીલા, રમ્યનગર, સુરંધન, પુષ્પવતીર, કેતુમતી, મૌલિની, કાસીપુર, કાસીનગર, કાસીગ્રામ પણ છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.