‘બાપ કહે સુણ બેટા મારા’ આ લોકપ્રિય ભજન તમને સારી શીખ આપશે.

0
1189

બાપ કહે સુણ બેટા મારા,

પાપને પંથે હાલીશ મા,

હરી ભજનમા ભંગ પાડે

એવી ઘોને ઘરમાં ઘાલીશ મા…..

પરધનકે પરનારીને કદી

કુડી નજરે નીહાળીશ મા,

સ્નેહ ભર્યા સંસારમાં

તારા ઘરના સુખને બાળીશ મા…

દુભવ દુભાવું ને સહાયક થાવું

હરામી ભેળો હાલીશ મા,

રામ રાખે તેમ રહેજે

જગમાં ઉર અભિમાન લાવીશ મા..

કરી કમાણી સાચવજે

દીકરા અવળે માર્ગ ઉડાડીશ મા,

પોતાના સુખને ખાતર

કોઈથી બોલીને બગાડીશ માં….

અભ્યાગતની આંતરડીને

દીકરા કોઈ’દિ દુભાવીશ મા,

છંછેડેલા સાપનું પૂછડુ

ઝડપ દઈને ઝાલીશ મા….

કહે “પુરુષોત્તમ” ગુરૂ પ્રતાપે

ખોટી મોટયમાં હાલાશી મા,

અંતરની શીખ માની મારા,

ઘોળામાં ધૂળ ઘાલીશ મા…

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)