પ્રેમ સંબંધ અને લગ્નમાં અડચણ ઉભી કરી શકે છે શનિ દેવ, આ ઉપાયથી તેમની અસર થઈ શકે છે ઓછી.

0
747

જો તમારા લગ્ન કે પ્રેમ સંબંધમાં આવી રહી છે અડચણ, તો તેનું કારણ શનિની આ દશા હોઈ શકે છે, જાણો તેના સંકેત.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. કળિયુગમાં શનિને કર્મફળદાતા અને ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે. એવું માનવામાં આવે છે કે, શનિ પોતાની દશા, અંતર્દશા અને સાડાસાતી તેમજ ઢૈય્યા (અઢી વર્ષના પ્રકોપ) માં વધુ પરેશાન કરે છે. શનિ અશુભ છે તેના વિષે સરળતાથી જાણી શકાય છે. શનિને શાંતિ કરવા માટે ઉપાયો કરવા જરૂરી છે, નહીં તો ગંભીર પરિણામોનો સામનો પણ કરવો પડી શકે છે.

અશુભ શનિના લક્ષણ : જ્યારે શનિ અશુભ ફળ આપે છે તો તે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓ આપવાનું કામ કરે છે. ભણતર, નોકરી અને ધંધામાં મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી, કોઈને કોઈ અડચણ કે સમસ્યા શરૂ જ રહે છે. શનિ ગંભીર રોગો પણ આપે છે, જેના વિષે મોડેથી ખબર મળે છે. તેઓ પૈસાનું નુકસાન પણ કરાવે છે. શનિ અશુભ હોવાના સંજોગોમાં તે વ્યક્તિની સંચિત મૂડીનો નાશ કરે છે. પૈસાની બચત કરવામાં મુશ્કેલી થાય છે. અચાનક સમસ્યા અને ખર્ચની સ્થિતિ રહે છે. અજાણ્યા ભયની સ્થિતિ પણ સર્જે છે.

પ્રેમ સંબંધમાં અડચણ : શનિ પ્રેમ સંબંધોમાં અડચણ આપવાનું કામ પણ કરે છે. જ્યારે કુંડળીના પાંચમા ભાવમાં શનિની દ્રષ્ટિ પડે છે, ત્યારે વ્યક્તિએ પ્રેમ લગ્નમાં અડચણોનો સામનો કરવો પડે છે. કુંડળીનું પાંચમું ઘર પ્રેમ સંબંધનું ઘર છે. શનિની સાડાસાત અને શનિની ઢૈય્યાની સ્થિતિમાં બ્રેકઅપ જેવી સ્થિતિ પણ સર્જાય છે. બીજી તરફ જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે લગ્નમાં પણ વિલંબ કરે છે અને લગ્ન સરળતાથી થવા દેતા નથી. તેથી શનિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ.

શનિના ઉપાય : શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી અને શનિદેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.