આ 6 રાશિઓના લોકો થઇ જાવ ખુશ, અસ્ત બુધ ખોલશે નસીબના દરવાજા, વાંચો રાશિફળ.

0
711

બુધ ગ્રહ થયો અસ્ત, તેની અસરથી આ 6 રાશિના લોકોને થશે જોરદાર લાભ, આવકમાં થશે વધારો.

બુદ્ધિ, પૈસા, તર્ક, સંવાદ, વેપારનો કારક ગ્રહ બુધ આજે 19 માર્ચે અસ્ત થયો છે. બુધ ગ્રહ શનિની રાશિ કુંભમાં અસ્ત થયો છે. આમ તો જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું અસ્ત થવું સારું માનવામાં આવતું નથી. પરંતુ અસ્ત ગ્રહ પણ કેટલીકવાર કેટલાક લોકોનું નસીબ ચમકાવે છે. આ વખતે બુધ ગ્રહ 6 રાશિના લોકો પર કૃપા કરશે અને તેમને ઘણી ખુશીઓ આપશે. આવો તેમના વિષે જાણીએ.

વૃષભ : બુધના અસ્ત થવાથી વૃષભ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ થશે. કેટલાક લોકોને નવી નોકરી મળશે. આવકમાં વધારો થશે. ભૌતિક સુખમાં વધારો થશે.

મિથુન : મિથુન રાશિમાં લોકો માટે અસ્ત બુધ તેમના પરિવારમાં ઘણી ખુશીઓ લાવશે. કરિયર માટે પણ સમય સારો રહેશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળવાની શક્યતા છે.

સિંહ : બુધના અસ્ત થવાથી સિંહ રાશિના લોકોને નવી નોકરી મળી શકે છે. પૈસા મળવાની પણ પ્રબળ શક્યતાઓ છે. રાજકારણમાં સક્રિય લોકોને વિશેષ લાભ મળી શકે છે.

કન્યા : બુધના અસ્ત રહેવાના સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ થશે. નાણાકીય લાભ પણ થઈ શકે છે.

તુલા : અસ્ત બુધ તુલા રાશિના લોકોને મજબૂત આત્મવિશ્વાસ અને પ્રગતિ આપશે. તમને કાર્યમાં સફળતા મળશે. પરિવારમાં ખુશીઓ આવશે. ભૌતિક સુખોમાં વધારો થશે.

મકર : મકર રાશિના લોકોને અસ્ત બુધ નોકરીમાં ફેરફારો કરાવશે, પરંતુ આ પરિવર્તન સકારાત્મક રહેશે અને ભવિષ્યમાં લાભ લાવશે. બોસ પ્રશંસા કરશે. સુખમાં વધારો થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.