હાથમાં નાડાછડી ધારણ કરતા પહેલા જાણો લો આ જરૂરી નિયમ, નહિ તો થશે ઉંધી અસર.

0
784

નાડાછડી ધારણ કરવાની સાચી રીત કઈ છે, જાણો લગ્નની સમસ્યા દૂર કરવા માટે કયા રંગની નાડાછડી ધારણ કરવી

નાડાછડી ધારણ કરવાની પરંપરા ઘણી જૂની છે. સામાન્ય રીતે તે કોઈપણ તહેવાર અને પૂજા સમયે ધારણ કરવામાં આવે છે. આ સિવાય ચૈત્ર નવરાત્રિના સમયગાળામાં પણ તેને ધારણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બનાવવા માટે 3 પ્રકારના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં લાલ, પીળો કે સફેદ દોરો વપરાય છે.

એવું માનવામાં આવે છે કે તેના 3 દોરાઓ ત્રણ શક્તિઓ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) ના પ્રતીક છે. હિંદુ ધર્મમાં તેને રક્ષણ માટે બાંધવામાં આવે છે. આ જ કારણ છે કે તેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વિધિ-વિધાન અનુસાર નાડાછડી ધારણ કરે છે તે દરેક પ્રકારની મુશ્કેલીઓથી સુરક્ષિત રહે છે. ચાલો જાણીએ કે નાડાછડી ધારણ કરવાની સાચી રીત કઈ છે? અને વિવિધ મનોકામનાઓ પૂરી કરવા માટે કેવા પ્રકારની નાડાછડી ધારણ કરવામાં આવે છે?

નાડાછડી ધારણ કરવા માટેની સાવચેતી : ધાર્મિક શાસ્ત્રો અનુસાર, નાડાછડી સુતરની હોવી જોઈએ. તેને મંત્રો બોલતા બોલતા જ બાંધવી જોઈએ. તેમજ તેને કોઈપણ દિવસે પૂજા સમયે બાંધવી જોઈએ. લાલ, પીળા અને સફેદ રંગથી બનેલી નાડાછડીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જૂની નાડાછડી એવી જગ્યાએ રાખવી જોઈએ કે જેથી કોઈના પગ તેના પર પડે નહિ.

વિવિધ ઇચ્છાઓ માટે કઈ નાડાછડી બાંધવી? નારંગી રંગની નાડાછડી શિક્ષણમાં પ્રગતિ અને અભ્યાસમાં એકાગ્રતા માટે બાંધવામાં આવે છે. કોઈપણ ગુરુવારે તેને બાંધવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. લગ્નની સમસ્યા દૂર કરવા માટે સફેદ રંગની નાડાછડી કોઈપણ શુક્રવારે સવારે બાંધવી જોઈએ. બીજી તરફ, રોજગાર અને આર્થિક લાભ માટે વાદળી રંગની નાડાછડી બાંધવી શુભ માનવામાં આવે છે.

તેને કોઈપણ શનિવારે સાંજે બાંધવી જોઈએ. ઉપરાંત, તેને વૃદ્ધ વ્યક્તિ પાસે બંધાવવી જોઈએ. આ સિવાય નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે કાળા રંગનો સુતરનો દોરો બાંધવો જોઈએ. જો કે, તેને બાંધતા પહેલા તેને માં કાળીનાં ચરણોમાં અર્પણ કરો. તેની સાથે અન્ય કોઈ દોરો ન બાંધો. દરેક પ્રકારના રક્ષણ માટે લાલ, પીળા અને સફેદ રંગની નાડાછડી બાંધવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.