અખાત્રીજ પર ખરીદી કરતા પહેલા આ વસ્તુઓ કરો ઘરની બહાર, ત્યારે જ મળશે લક્ષ્મીની કૃપા.

0
324

અખાત્રીજનું શુભ ફળ મેળવવા માટે ઘરમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવી પણ જરૂરી હોય છે, જાણો તે કઈ વસ્તુઓ છે.

અખાત્રીજ (અક્ષય તૃતીયા) વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે અખાત્રીજ 22 એપ્રિલ શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને ઉચ્ચ રાશિઓમાં સ્થિત હોવાથી આ દિવસે સોનું ખરીદવું અથવા નવી વસ્તુઓમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન પરશુરામ, નર-નારાયણ અને હયગ્રીવ અવતર્યા હતા.

શુભ ફળ વધશે :

અખાત્રીજ જે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ તિથિએ ઉજવવામાં આવે છે, તે હિંદુ પંચાંગમાં સૌથી શુભ પ્રસંગોમાંથી એક માનવામાં આવે છે. અખાત્રીજને ‘અક્ષય તૃતીયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કિંમતી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. પરંતુ તેના શુભ ફળ મેળવવા માટે ઘરમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવી પણ જરૂરી હોય છે. આના કારણે ઘરમાં નકારાત્મકતા રહે છે અને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.

તૂટેલી સાવરણી :

સાવરણી સ્વચ્છતાનું પ્રતિક છે અને તેનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો ઘરમાં તૂટેલી સાવરણી પડેલી હોય તો ઘરની બરકત સમાપ્ત થાય છે. આ સાથે જ માઁ લક્ષ્મીની પૂજાનું ફળ પણ મળતું નથી. એટલા માટે અખાત્રીજના દિવસે ઘરમાં રાખેલી તૂટેલી સાવરણી કચરામાં ફેંકી દેવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાયેલી રહે છે.

જૂના વાસણો અને પગરખાં :

ઘરમાં તૂટેલા વાસણો પરિવારમાં અશાંતિ ફેલાવે છે અને ફાટેલા પગરખાંને ગરીબીની નિશાની માનવામાં આવે છે. એટલા માટે અખાત્રીજ પહેલા તૂટેલા વાસણો અને ફાટેલા જૂના પગરખાં કાઢી નાખો. તેમની હાજરીથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં નકારાત્મકતાનો વાસ રહે છે. અખાત્રીજના સંપૂર્ણ ફળ માટે તેમને અગાઉથી જ બહાર કાઢી લો.

સૂકા છોડ :

જો તમે ઘરમાં કોઈ છોડ વાવેલો હોય અને તે ઘણા દિવસોથી સુકાઈ રહ્યો હોય તો તેને જમીનમાં દાટી દો અથવા નદીમાં પધરાવી દો. સૂકા છોડ ઘરમાં વાસ્તુદોષનું કારણ બને છે અને બુધ દોષ ઉત્પન્ન થાય છે. સૂકા છોડને ઘરમાંથી દૂર કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને જીવનમાં પ્રગતિ થાય છે. એટલા માટે અખાત્રીજની પૂજા કરતા પહેલા તેમની સાફ-સફાઈ જરૂર કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.