ખુલીને જીવન જીવવામાં વિશ્વાસ ધરાવે છે આ તારીખે જન્મેલા લોકો, જાણો તમારા પરિવારમાં આવા કેટલા છે.

0
409

આ જન્મ તારીખ વાળા લોકો હોય છે મનમોજી અને જીદ્દી, આ માયાવી ગ્રહની અસરથી થાય છે તેમના બધા કામ.

અંકોનું આપણા જીવનમાં મહત્વનું સ્થાન હોય છે. તમે હંમેશા જોયું હશે કે કોઈ અંક આપણા માટે લકી હોય છે તો કોઈ અનલકી. જ્યોતિષમાં જેવી રીતે વ્યક્તિની જન્મ કુંડળીમાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કરીને તેના ભવિષ્ય અને નેચર વિષે જણાવવામાં આવે છે. એવી જ રીતે અંક શાસ્ત્રમાં વ્યક્તિની જન્મ તારીખના આધારે તેના જીવન અને ભવિષ્ય વિષે જણાવવામાં આવે છે.

અંક શાસ્ત્રમાં 1 થી લઈને 9 અંકોનું વર્ણન મળે છે. આ અંકો ઉપર કોઈને કોઈ ગ્રહનું સ્વામિત્વ હોય છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ મૂળાંક 4 વિષે. જે વ્યક્તિઓનો જન્મ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય છે તે લોકોનો મૂળાંક 4 હોય છે. આ મૂળાંકના સ્વામી રાહુ ગ્રહ માનવામાં આવે છે. તેથી આ મૂળાંકના લોકોની ઘણી ખાસિયત પણ હોય છે. તે લોકો ઘણી વખત કાંઈક એવું કામ કરી દે છે, જેનાથી અન્ય લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. આવો જાણીએ એ મૂળાંક વાળા વિષે ખાસ વાતો.

ક્રાંતિકારી અને મનમોજી સ્વભાવના હોય છે : આ મૂળાંકના વ્યક્તિ મહાન ક્રાંતિકારી, વૈજ્ઞાનિક કે પછી સારા રાજકારણી હોઈ શકે છે. ખાસ વાત એ છે કે તે લોકો દરેક વિષયની સારી જાણકારી રાખે છે. તે થોડા મનમોજી સ્વભાવના હોય છે. જો તેમની ઉપર ખોટી સંગતની અસર ન પડે તો જ સારું છે કેમ કે તેના લીધે તેમને નુકશાન થવાની સંભાવના રહે છે. સામાન્ય રીતે આ લોકો સમયના પાક્કા હોય છે. તે લોકો જીવનમાં કાંઈક એવું મોટું કામ કરી દે છે, જેનાથી બધા લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે.

જીવન પોતાના હિસાબે જીવે છે : આ મૂળાંકના લોકો રહસ્યમયી પ્રકૃતિના પણ હોય છે, તેમને સમજવા ઘણા અઘરા હોય છે. તે લોકો ખુલીને જીવન જીવવામાં વિશ્વાસ ધરાવે છે અને પોતાની સાથે સાથે બીજાને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના હિસાબે જ જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે. તેઓ ગુઢ વિષયોના સારા જાણકાર હોય છે. સાથે જ તે લોકો જીદ્દી સ્વભાવના પણ હોય છે. જો તે કોઈ કામની પાછળ પડી જાય તો તે પૂરું કરીને જ જંપે છે.

આ ક્ષેત્રોમાં થાય છે સફળ : મૂળાંક 4 વાળા સારા વેપારી, ટ્રાંસપોર્ટર, એન્જીનીયર, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, નેતા, ડિઝાઈનર, ડોક્ટર, વકીલ, વેપારી અને લીડર બની શકે છે. તે લોકો પોતાના ક્ષેત્રમાં મોટા મોટા પરિવર્તન લાવી શકે છે.

રવિવાર અને ગુરુવારનો દિવસ તેમના માટે શુભ હોય છે. દરેક મહિનાની 1,10 અને 19 તારીખ તેમનું ભાગ્ય સુધારવા વાળી હોઈ શકે છે.

નોંધ – અહીં આપવામાં આવેલી જાણકારી પ્રચલિત માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. આ માહિતી સુચના માત્ર છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.