બેનું દિકરીયુંને લુંટવા આવેલા બહારવટિયા સાથે તેની પત્નીએ જે કર્યું તે દરેકે જાણવા જેવું છે.

0
1354

સ્ત્રીનો ધરમ :

કચ્છના માળિયાના મિયાણા મોવર સધવાણી બહારવટે હતો.

જસાપર ગામે આજ આથમનો હવન હતો. સૌ હિલોળે ચઢ્યા હતા. મોવરે તેની પત્ની બીજઇને ત્યાં આવી મળવા કહેણ મોકલ્યું.

બીજઇ ઊંટ સવારી કરી વાટ કાપતી એના ખોળા માં બન ધુક લઈ જસાપર આવવા નીકળી.

બીડું હોમવાનો સમય ત્યાં તો મોવર સધવાણી ગીરોહ સાથે આવી પુગ્યો. સૌ બેનું દિકરીયું હકડેઠઠ ઘરેણાં પહેરી ઉત્સવમાં આવી હતી.

મોવરે હાક દીધી, હઉ ઘરેણાં પછેડી માં મેલી દયો. ફરતા એની ગીરોહ ના માણસો બન ધુક સાથે ઉભા રહી ગયા.

પારેવાની જેમ ફફડતી બહેનો દિકરીયું ઘરેણાં પછેડીમાં મુક્તિ જાય ત્યાં બીજઇ આવી પહોંચી.

ઘણી ને કહ્યું “હી કેડી ગાલ અપ? આ બધું શુ છે?”

મોવર “લૂંટ.” “તારા હારુ.”

“રેવાદે ખાવિંદ, સ્ત્રીઓને લૂંટાય તો બહારવટુ આ થમી જાય.”

“રહેવા તે કેમ દયે બીજઇ? આવો મોકો આવા ઘરેણાં બીજે ક્યાં મળવાના હતા, ઇ સારું તને બોલાવી.”

“મારે ઇ ન ખપે ખાવિંદ” કહી પોતાની બન ધુક પતિ મોવર સામે તાકી બોલી, “જો એક પણ ઓરતને લૂંટી છે તો આ હગી નહિ થાય.”

મોવરને એના સાથીઓ હેબતાઈ ગયા. અને બીજઇ બોલી “બોન્યુ તમ તમારે તમારા ઘરેણાં પછેડી માંથી લઈ લ્યો.”

સૌ એ દાગીના લઈ લીધા. મોવરે પત્ની ને સાદ દીધો ત્યાં તો એટલું જ બોલી,

“ખાવિંદ, હું તારા જેવા નાપાક આદમીની ઘરવાળી નથી જે બેનું દિકરીયુંના અંગ પરથી શણગાર ઉતરાવે.”

બીજઇ… બીજઇ… મોવર પોકારતો રહ્યો ને બીજઇ “બસ ખાવિંદ, હવે અલ્લા બેલી.” કહી ઊંટ પર સવાર થઈ પરત નીકળી ગઈ.

આખ્યાનમાળા.

– સાભાર રમેશ સોલંકી, (અમર કથાઓ ગ્રુપ)