હનુમાનજીની પૂજા કરવા માટે આ 5 દિવસ હોય છે સર્વશ્રેષ્ઠ, બની જાય છે બજરંગબલીની કૃપા.

0
765

હનુમાનજીની વિશેષ કૃપા મેળવવા માંગો છો, તો જાણી લો કયા 5 દિવસે તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.

હનુમાનજીની પૂજા કરવી ઘણી જ ફળદાયક હોય છે અને તેમની પૂજા કરવાથી દુઃખોનો નાશ થઇ જાય છે. શાસ્ત્રોમાં એવા પાંચ દિવસ બતાવવામાં આવ્યા છે, જે તેમની પૂજા કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે તમે આ પાંચ દિવસે તેમની પૂજા જરૂર કરો. માનવામાં આવે છે કે જે લોકો આ પાંચ દિવસ હનુમાનજીનું નામ લે છે, તેમનું ભૂત, પિશાચ, શનિ ગ્રહ, ખરાબ સપના અને દુર્ઘટનાથી રક્ષણ થાય છે. તો આવો જાણીએ કે બજરંગબલીની પૂજા કરવા માટે કયા પાંચ દિવસ ઉત્તમ માનવામાં આવે છે.

મંગળવારનો દિવસ : મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષ દુર થઇ જાય છે અને આ ગ્રહની ખરાબ અસરથી રક્ષણ થાય છે. જે લોકો આ દિવસે હનુમાનજીની પૂજા કરે છે, તેમને દરેક કાર્યમાં પ્રગતી મળે છે. દેવામાં ડૂબેલા લોકોને દેવામાંથી મુક્તિ મળી જાય છે. જે લોકોને ભય લાગે છે તેમણે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરવા જોઈએ.

શનિવારનો દિવસ : હનુમાનજીની પૂજા શનિવારના દિવસે કરવી ઘણી ઉત્તમ હોય છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાની સાથે સાથે સુંદરકાંડના પાઠ પણ કરવા જોઈએ. સાથે જ હનુમાનજીને સરસીયાનું તેલ પણ અર્પણ કરો. માન્યતા છે કે, શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શની ગ્રહથી રક્ષણ થાય છે. જે લોકોની કુંડળીમાં ગ્રહ ભારે હોય છે, તે શાંત થઇ જાય છે. તમે બસ શનિવારે સાંજના સાત વાગ્યા પછી સુંદરકાંડના પાઠ કરો અને હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની સામે લોટનો દીવો પ્રગટાવી દો.

માગશર મહિનાની તેરસ : માગશર માસના સુદ પખવાડિયાની તેરસની તિથીના રોજ હનુમાનજીનું વ્રત જરૂર કરો. આ દિવસે વ્રત કરવાથી અને હનુમાન-પાઠ, જપ, અનુષ્ઠાન પ્રારંભ કરવાથી દરેક કામમાં સફળતા મળવા લાગે છે અને અટકેલા કામ તરત પુરા થઇ જાય છે. એટલા માટે જે લોકોના કોઈ કામ પુરા નથી થઇ રહ્યા તે બસ આ દિવસે હનુમાનજીની પૂજા કરી લે. આ દિવસે બજરંગબલીનું નામ લેવાથી તમારા વિચારેલા કાર્ય વહેલી તકે પુરા થઇ જશે.

હનુમાન જયંતિ : હનુમાન જયંતી ઉપર ઘણા મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. હનુમાન જયંતીનું પર્વ બે વખત આવે છે. ઘણા રાજ્યોમાં આ પર્વ ચૈત્ર સુદ પુનમના રોજ ઉજવવામાં આવે છે, તો ઘણા સ્થળો ઉપર કારતક વદ ચૌદશના રોજ હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. બંને જ દિવસ સર્વશ્રેષ્ઠ હોય છે.

પહેલી તિથી મુજબ આ દિવસે હનુમાનજી સૂર્યને ફળ સમજીને ખાવા માટે દોડ્યા હતા, તે દિવસે રાહુ પણ સૂર્યને પોતાના દાસ બનાવવા માટે આવ્યા હતા. પણ હનુમાનજીને જોઈ સૂર્યદેવે તેમને બીજા રાહુ સમજી લીધા. આ દિવસે ચૈત્ર મહિનાની પુનમ હતી. બીજી તિથી મુજબ કારતક વદ ચૌદશના રોજ તેમનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તમામ પ્રકારના સંકટ ટળી જાય છે. એટલા માટે તમે આ દિવસે પણ તેમની પૂજા કરો.

પૂજા પુનમ અને અમાસ : હનુમાનજીની પૂજા પુનમ અને અમાસના દિવસે કરવી પણ લાભદાયક હોય છે. આ દિવસે પૂજા કરવાથી ભય, ચંદ્રદોષ, દેવદોષ, માનસિક અશાંતિ, ભૂત-પિશાચ અને અકસ્માતથી રક્ષણ થાય છે.

આ રીતે કરો પૂજા :

હનુમાનજીની પૂજા માટે રાતનો સમય સૌથી ઉત્તમ હોય છે. એટલા માટે હંમેશા સાત વાગ્યા પછી જ તેમની પૂજા કરો.

પૂજા કરતી વખતે હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ જરૂર અર્પણ કરો.

પૂજા શરુ કરતા પહેલા સરસીયાના તેલનો દીવો પ્રગટાવી લો અને ભગવાન રામનું નામ લઈને પૂજા કરો. આ રીતે પૂજા પૂરી થયા પછી પણ રામજીનું નામ જરૂર લો.