ફક્ત પાવાગઢ ડુંગર જ નહિ તેની આસપાસ પણ ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે, જાણો તેમના વિષે આ લેખમાં.

0
2883

પાવાગઢની નજીક આવેલા આ મંદિરો અને ઉત્તમ સ્થળોની મુલાકાત એક વખત જરૂર લેવી જોઈએ.

પાવાગઢ ગુજરાતના પંચમહાલ જીલ્લામાં આવેલો એક પર્વત છે જેનો પૌરાણીક ઈતિહાસ છે. પાવાગઢ પર્વતનું નામ ગુજરાતમાં ફરવાના મહત્વના સ્થળોમાં સામેલ છે જેમાં ઘણા કિલ્લા, હિંદુ અને જૈન મંદિર છે. એટલું જ નહિ, તેના શિખર ઉપર આવેલુ કાલી માતાનું મંદિર સૌથી લોકપ્રિય છે. તે મંદિર માતાના પવિત્ર શક્તિપીઠો માંથી એક છે, જ્યાં માતારાણીનું વક્ષસ્થળ કપાઈને પડ્યું હતું. એટલા માટે અહિયાં આવવા વાળા દરેક પ્રવાસી આ મંદિરના દર્શન જરૂર કરે છે.

એટલું જ નહિ, અહિયાં આવવા વાળા પ્રવાસી રોપવેનો પણ આનંદ જરૂર લે છે. પાવાગઢના રોપવેની સુવિધા ભારતમાં સૌથી ઉંચા રોપવે માંથી એક માનવામાં આવે છે. પાવાગઢ ગુજરાતના તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે અને તેની એ ખાસિયત તેને ગુજરાતમાં ફરવાના સૌથી ઉત્તમ સ્થળો માંથી એક બનાવે છે. આમ તો તમને પાવાગઢમાં એક્સપ્લોર કરવા ઘણું બધું મળશે, પણ તેની આસપાસ પણ ટુરિસ્ટ પ્લેસીસની કોઈ અછત નથી. તો આવો આજે અમે તમને પાવાગઢની નજીક ફરવા માટેની ઉત્તમ જગ્યાઓ વિષે જણાવીએ.

ચંપાનેર :

પાવાગઢથી માત્ર ચાર કી.મી. દુર આવેલા ચંપાનેર શહેરનું એક ઐતિહાસિક મહત્વ છે. આ શહેરની સ્થાપના ચાવડા રાજવંશના એક શાસક વનરાજ ચાવડાએ કરી હતી. ચંપાનેર ઘણી મસ્જીદોનું ઘર છે જેમાં સુંદર વાસ્તુકળા જોવા મળે છે. તે ઉપરાંત અહિયાં માં કાળીને સમર્પિત હિંદુ મંદિર છે તેમજ અહીં જૈન મંદિર પણ છે જે આસપાસના વાતાવરણને આધ્યાત્મિકતાથી ભરી દે છે. ચંપાનેર-પાવાગઢ પુરાતત્વ પાર્ક યુનેસ્કોનું વિશ્વના વિશ્વ વારસાના સ્થળ છે જેની મુલાકાત લેવાનું કોઈએ ચૂકવું ન જોઈએ.

વડોદરા :

વડોદરાને બરોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. પાવાગઢની લગભગ 52.5 કી.મી. ના અંતરે આવેલુ વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ મહાનગરીય શહેર ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે અને અહિયાં ભવ્ય મહેલ, રસપ્રદ સંગ્રહાલય અને આર્ટ ગેલેરી આ સ્થળના પ્રવાસને સાર્થક બનાવે છે. અહિયાં ફરતા સમયે તમારે લક્ષ્મી વિલાસ પેલેસ, ઈએમઈ મંદિર, મહારાજા ફતેહ સિંહ સંગ્રહાલય, કીર્તિ મંદિર વગેરે સ્થળોનો પ્રવાસ જરૂર કરવો જોઈએ. તેમજ ખાવાના શોખીન લોકો માટે વડોદરામાં મળતા સેવ ઉસળ, ફરસાણ, દાબેલી અને પૌવા જેવા સરસ સ્ટ્રીક ફૂડ તેમના દિલને ખુશ કરશે.

આણંદ :

આણંદનું પાવાગઢથી અંતર 86 કી.મી. છે. ગુજરાતમાં આવેલા આણંદને ભારતના મીક્લ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ શહેર ઘણા હિંદુ મંદિરનું પણ ઘર છે, જે શાનદાર વાસ્તુકળાના વિવરણ સાથે ઘણા સુંદર દેખાય છે. આણંદના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અહિયાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, સરદાર વલ્લભભાઈ પટેલ હાઉસ, ડૉ. કુરિયન મ્યુઝીયમ, અમુલ કેરીલન ચાઈમ્સ વગેરે મુખ્ય છે.

ખેડા :

ગુજરાતના પૌરાણીક શહેરો માંથી એક ખેડાને હીડીમ્બા વન તરીકે ઓળખવામાં આવતું હતું. કેમ કે એવું માનવામાં આવે છે કે, મહાભારતના પ્રસિદ્ધ પાત્ર ભીમસેને ખેડામાં હિડીમ્બા સાથે લગ્ન કરવા માટે એક રાક્ષસનો અંત કર્યો હતો. ખેડા ઘણા પવિત્ર મંદિરોથી ભરેલું છે અને તેમાંથી ઘણાની દીવાલો ઉપર 150 વર્ષ જુના ભીંતચિત્રો છે. તે ઉપરાંત ખેડા ઐતિહાસિક રીતે એક મહત્વપૂર્ણ શહેર છે, કેમ કે ગાંધીજીએ ખેડા માંથી સત્યાગ્રહ શરુ કર્યો હતો.

અહિયાં આવવા વાળા દરેક પ્રવાસીએ ખેડિયા હનુમાન મંદિર, શ્રી મહાલક્ષ્મી મંદિર, શ્રી મનકામેશ્વર મંદિર, શ્રી હનુમાનજી મંદિર, બહુચરાજી મંદિર, શ્રી સોમનાથ મંદિર, રામજી મંદિર, ભદ્રકાળી મંદિર, શ્રી મેલડી માતાજી મંદિર, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, ડાકોરના રણછોડરાય મંદિર, ખેડા પાસે શ્રી ખોડીયાર મંદિર વગેરે સ્થળની મુલાકાત જરૂર લેવી જોઈએ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.