પ્રખ્યાત બાળગીત “ભાભા ઢોર ચારતા” નું 21 મી સદીનું વર્ઝન આજની વાસ્તવિકતા રજૂ કરે છે.

0
610

ભાભા ઢોર ચારતા નથી,

ચપટી બોર લાવતા નથી.

છોકરાઓને સમજાવતા નથી,

છોકરાઓ હવે રીસાતાં નથી.

આડાઅવળા સંતાતા નથી,

ને ક્યાંય છોલાઈને આવતા નથી.

માડી વાર્તા કહેતા નથી,

ને વાર્તા કોઈ સાંભળતા નથી.

કોઈ કોઈની સામું જોતા નથી,

ને કોઈ કોઈને ઓળખતા નથી.

એકબીજાને કનડતા નથી,

કે લાડ પણ કોઈ કરતા નથી.

નિરાંતે ખાતા પીતા નથી,

બસ મોબાઈલ હેઠો મૂકતા નથી.

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)