મહાભારતમાં અર્જુનનો અંત કેમ કરવા માંગતો હતો ભગદત્ત? વાંચો આ રોચક કથા.

0
625

જાણો મહાભારતના એવા યોદ્ધા વિષે જેણે આઠ દિવસ સુધી એકલાએ અર્જુનની આપી હતી ટક્કર.

મહાભારતયુ ધની અગણિત સ્ટોરીઓ અને પરાક્રમી પાત્રોમાંથી કેટલાક એવા પાત્ર પણ છે જેને આપણે ભૂલી ગયા છીએ. તેનો ઉલ્લેખ મહાભારતની સ્ટોરીઓમાં ક્યાય નથી મળતો, કેમ કે મોટાભાગની સ્ટોરીઓમાં માત્ર મહાન અને પ્રસિદ્ધ ચરિત્રોનું જ વર્ણન છે. મહાભારતના અજાણ્યા ચરિત્રોમાંનું એવું જ એક નામ છે ભગદત્તનું, જે પ્રાગજ્યોતિષપુરના રાજા નરકાસુરના પુત્ર હતા. ભગદત્તનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. ભગદત્ત એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે આઠ દિવસ સુધી એકલા અર્જુન સાથે સંઘર્ષ કર્યો હતો.

યુધીષ્ઠીરના રાજસુય યજ્ઞ વખતે જયારે અર્જુન રાજ્યોને પોતાના હસ્તક કરી રહ્યા હતા, ત્યારે અર્જુન અને ભગદત્તનો સંઘર્ષ આઠ દિવસ સુધી ચાલ્યો હતો. અર્જુને અનેક પ્રયત્ન કર્યા પણ પ્રાગજ્યોતિષપુર ઉપર વિજય પ્રાપ્ત ન કરી શક્યા. ભગદત્ત અને અર્જુનના પિતા ઇન્દ્રના નજીકના મિત્ર હતા એટલા માટે ભગદત્તે તેને યજ્ઞ માટે શુભકામના આપી.

એક વખત ભગદત્તનુંયુ ધ કર્ણ સાથે પણ થયું હતું જેમાં કર્ણનો વિજય થયો હતો. ભગદત્તને કર્ણએ હરાવ્યો હતો એટલા માટે ભગદત્તે મહાભારતનાયુ ધમાં કૌરવોનો સાથ આપવો પડ્યો. કર્ણએ તમામ દિશામાં રાજાઓને આધીન કરી લીધા હતા. તેનો ઉલ્લેખ મહાભારતના ઉદયોગ પર્વના ૧૬૪ માં અદ્યાયમાં મળે છે.

ઘણા લોકોને ભગદત્તે કર્યા હતા પરાજીત : મહાભારતના સમયમાં ભગદત્તની ઉંમર ઘણી વધુ હતી અને તેમણે ભીમ, અભિમન્યુ અને સાર્તિકે જેવા વીરોને પરાજીત કર્યા હતા. દ્રોણ પર્વના ચોવીસમાં અધ્યાયમાં વર્ણન મળે છે કે, અભિમન્યુ અને બીજા ઘણા યો દ્ધાઓએ એક સાથે ભગદત્ત ઉપર આ ક્રમ ણકરી દીધું હતું પણ ભગદત્ત સામે બધા પાછા પડ્યા હતા.

દ્રોણ પર્વના ૨૭ માં આધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કુરુક્ષેત્રનાયુ ધના બારમાં દિવસે ભગદત્તનો સામનો અર્જુન સાથે થયો હતો. બંને વચ્ચે ભયંકરયુ ધથયું. એક સમય તો એવો આવ્યો જયારે ભગદત્તે તેના હાથી વડે અર્જુનને લગભગ કચરી જ નાખ્યા હતા, પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને બચાવી લીધા. ત્યાર પછી ફરીથી ભગદત્તના સામે આવ્યા પછી અર્જુને ભગદત્તના અનેક અ સત્રોને નિષ્ફળ કરી દીધા. ત્યારે ભગદત્તે વૈષ્ણો અ સત્રનો ઉપયોગ કર્યો જેને કાપવું અર્જુન માટે અશક્ય હતું.

પણ જ્યાં સુધી વૈષ્ણો અ સત્ર અર્જુનને વાગે ત્યાં સુધીમાં ભગવાન કૃષ્ણ વચ્ચે આવી ગયા અને તેમની સામે આ અ સત્ર વૈજ્યંતીમાલ થઇ ગયું અને આ રીતે ભગવાન કૃષ્ણ દ્વારા ફરીથી ભગદત્તથી અર્જુનના પ્રાણનું રક્ષણ થયું.

ગજરાજે ટેકવી દીધા ધરતી ઉપર પોતાના દાંત : પછી ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તે હવે ભગદત્ત ઉપર પ્રહાર કરી તેનો અંત કરે. ત્યાર પછી સૌથી પહેલા અર્જુને ભગદત્તના સુપ્રતિક નામના પરાક્રમી હાથી ઉપર નારાચનો પ્ર હાર કર્યો. તે પ્ર હાર એટલો તીવ્ર હતો કે બાણ હાથીના કુંભ સ્થળમાં પાંખ સહીત પ્રવેશ કરી ગયું, ત્યારે ગજરાજે તરત જ ધરતી ઉપર પોતાના દાંત ટેકવી દીધા.

ત્યાર પછી ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે, ભગદત્તની ઉંમર એટલી વધુ છે કે તેના ચહેરા પરની કરચલીને કારણે તેની આંખો હંમેશા ઝુકેલી રહે છે અને તેના નેત્ર બંધ રહે છે. જોકે ભગદત્ત ઘણા જ પરાક્રમી અને શુરવીર છે એટલા માટે તેમણે પોતાના નેત્રોને ખુલ્લા રાખવા માટે મસ્તક ઉપર પટ્ટી બાંધી છે.

પછી અર્જુને તીરથી તે પટ્ટી હટાવી દીધી અને તેમના નેત્ર બંધ થઈ ગયા. ભગદત્તની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તક મેળવીને અર્જુને ભગદત્તનો અંત કરી દીધો. હકીકતમાં ભગદત્ત ઘણા પરાક્રમી હતા પણ તેમના માટે અર્જુનને પરાજીત કરવા શક્ય હતો, કારણ કે અર્જુનના પક્ષમાં પોતે ભગવાન કૃષ્ણ હતા.

આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.