ભગવદગીતાના આ શ્લોક દ્વારા સમજો પ્રભુને પ્રિય કેવી રીતે બની શકાય છે.

0
1247

ॐ કૃષ્ણાય નમઃ

જય શ્રીકૃષ્ણ.

શ્રીકૃષ્ણની વાણીમાં સમતા, સમભાવ, સમાનતા, એકાત્મતા, સમ્યક્ જ્ઞાન-દર્શન, સમદ્રષ્ટિ, સર્વહિત છે.

हृदि सर्वस्य विष्ठितम्।

પરમાત્મા સૌના હૃદયમાં વિશેષરૂપે રહેલો છે.

समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम्।

જે પરમાત્માને સઘળાં ચરાચર ભૂતો (પ્રાણીઓ) માં સમભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે.

समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम्।

સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જુએ છે એ જ પરમ ગતિને પામે છે.

यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति।

तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा।।

માણસ પ્રાણીઓનાં જાતજાતનાં સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલાં તથા એ પરમાત્માથી જ સઘળાં પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદઘન બ્રહ્મને પામી જાય છે.

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते।

अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्।।

જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતાં બધાં જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને, અવિભાજીતરૂપે સમભાવે જુએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ.

सम: सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्।।

બધાય પ્રાણીઓમાં સમભાવ રાખનાર ઇશ્વરની પરાભક્તિને પામી જાય છે.

ईश्वर: सर्वभूतानां हृद्देशेडर्जुन तिष्ठति।

હે અર્જુન! અન્તર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓનાં હ્રદયમાં રહેલો છે.

બસ બધા જ ભેદભાવ, બધી વિષમતા-વિકૃતિ-અધર્મ-અસમાનતા-અસ્પૃશ્યતાને છોડી ભગવાનની વાણીને અનુસરી, વ્યવહારમાં મૂકી, સમતા-મમતા અને બંધુતાના સમરસ સમભાવે એકાત્મ બની, સૌના હ્રદયમાં બિરાજમાન ઈશ્વરને વંદન કરી, નિર્વેર બની, સૌના હિતના કાર્ય કરી, સાત્વિક જ્ઞાન સાથે, અવિનાશી જગત નિયંતા ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરીએ. પ્રભુને પ્રિય બનીએ.

આજ આનંદ, નિજાનંદ, પરમાનંદ, સત્-ચિત્ આનંદ.

– સાભાર એમ એન ચૌહાણ.