ભગવાન શિવજીને કેમ નથી ચડાવવામાં આવતા કેવડાના ફૂલ

0
510

બ્રહ્માજીના આ અસત્યને કારણે ભગવાન શિવને નથી અર્પણ થતું કેવડાનું ફૂલ, વાંચો કથા. જયારે પણ આપણે કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવા માટે કોઈ પણ પ્રકારના યજ્ઞ કરીએ છીએ, ત્યારે આપણે તેમાં જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ચડાવીએ છીએ. તેમાં ઘણા પ્રકારની મીઠાઈઓ, પાંદડા અને ફૂલ વગેરે સમાવિષ્ટ રહે છે. કોઈ પણ દેવતાની પૂજામાં ફૂલોનું વિશેષ મહત્વ હોય છે, એટલા માટે આપણે હંમેશા વધુમાં વધુ સુગંધિત ફૂલ જ દેવોને ચડાવીએ છીએ.

પરંતુ એવું કહેવામાં આવે છે કે અમુક દેવતાઓની પૂજામાં કોઈને કોઈ પ્રકારની સામગ્રીને અર્પણ કરાવી અશુભ માનવામાં આવે છે. જેમ કે ગણેશજીની પૂજામાં ક્યારેય તુલસી નથી ચડાવવામાં આવતા. તે રીતે ભગવાન શિવનો પૂજા કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ક્યારે પણ મહાદેવની પૂજા કરતી વખતે તેને કેતકી એટકે કે કેવડાના સુગંધિત ફૂલ ન ચડાવવા જોઈએ. તેની પાછળ એક ઘણું જ રહસ્યમયી કારણ છે.

કેવડાના ફૂલની કથા : એક વખત સૃષ્ટિના પ્રારંભના સમયે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુજીની વચ્ચે એ વિવાદ ઉભો થઇ ગયો કે તેમના માંથી સર્વશ્રેષ્ઠ કોણ છે? બ્રહ્માજીએ કહ્યું કે મેં આ સંપૂર્ણ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. એટલે હું જ સૌથી મહાન છું. તે સાંભળીને વિષ્ણુજીએ તર્ક આપ્યો કે હું સંપૂર્ણ સૃષ્ટિનું સંચાલન કરું છું એટલા માટે હું સૌથી વધુ સર્વશ્રેષ્ઠ છું. ત્યારે ત્યાં એક અત્યંત લાંબુ શિવલિંગ ઉત્પન્ન થઇ ગયું.

બંને દેવતાઓમાં તે શરત લાગી ગઈ કે જે સૌ પહેલા આ શિવલિંગના છેડાની ભાળ મેળવશે, તે જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે. બંને વિપરીત દિશામાં જતા રહ્યા પરંતુ ઘણી વાર લાગી છતાં પણ જયારે વિષ્ણુજીને છેડો ન મળ્યો તો તે નિરાશ થઈને પાછા ફર્યા. ત્યાં બ્રહ્માજીને પણ કાંઈ ન મળ્યું પરંતુ તેમણે કહી દીધું કે તેમને છેડો મળી ગયો છે અને તેમણે પુરાવા તરીકે કેતકી એટલે કે કેવડાના ફૂલને તેનો સાક્ષી બતાવ્યો.

તેમના એ અસત્યને સાંભળીને સ્વયં મહ્દેવ પ્રગટ થયા અને બ્રહ્માજીના જુઠને પકડીને તેને ઠપકો આપ્યો. ત્યાર પછી બંને દેવોએ મળીને મહાદેવની આરાધના કરી. ત્યારે મહાદેવે જણાવ્યું કે હું જ આ સૃષ્ટિનો સંપૂર્ણ કરતા હરતા છું અને મારી જ પ્રેરણાથી તમે આ સૃષ્ટિનું સંચાલન કરો છો. સાથે જ તેમણે કેવડાના ફૂલની તેની ભૂલનો દંડ આપતા શ્રાપ આપ્યો કે આજથી મારી પૂજામાં ક્યારે પણ તેનો ઉપયોગ નહિ કરવામાં આવે અને તે કારણે કેવડાના ફૂલ શિવજી સમક્ષ અર્પણ કરવામાં આવતા નથી.

આ માહિતી શિવજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.