ભગવાન શિવનો વૃષભ અવતાર, જેણે કર્યા વિષ્ણુના પુત્રોના વધ.

0
504

જાણો કેમ ભગવાન શિવે વિષ્ણુ પુત્રોનો કર્યો સંહાર? દેવોના દેવ મહાદેવના મહિમાનો કોઈ પાર નથી. શાંતિ જાળવી રાખવા માટે શિવે પોતાના જ દાનવીય પુત્રનો વધ કરી નાખ્યો હતો. બ્રહ્માંડનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુ માં દુર્ગા અને શિવ હંમેશા તૈયાર રહે છે. તે માયા રચે છે અને સારી રીતે તેનું નિર્વાહ કરે છે.

એક વખત એવું બન્યું કે ત્રણે લોકનું રક્ષણ કરવા માટે ભગવાન શિવે ‘વૃષભ અવતાર’ આખલાનું રૂપ ધારક કરવું પડ્યું. શિવમહાપુરાણ મુજબ સમુદ્રમંથન વખતે નીકળેલા અમૃતને ધારણ કરવા માટે દેવતાઓ અને દાનવોમાં ભીષણ યુદ્ધ થયું. ભગવાન વિષ્ણુએન મોહિનીનું રૂપ ધારણ કરીને દાનવોને કપટથી અમૃતનું પાન કરવાથી રોકી લીધા. આ કપટથી ગુસ્સે થઈને તે ફરીથી દેવતાઓ સામે લડવા લાગ્યા તેમ છતાં પણ તેમણે હાર માનવી પડી. દાનવ ભાગતા ભાગતા પાતાલ લોક જતા રહ્યા. ભગવાન વિષ્ણુએ તેમનો ત્યાં સુધી પીછો કર્યો.

પાતાલ લોકમાં દાનવોની કેદમાં શિવની ભક્ત અપ્સરાઓ હતી. જેમને ભગવાન વિષ્ણુએ મુક્ત કરાવી. વિષ્ણુની મનોહર છબી ઉપર બધા મોહિત થઇ ગયા અને શિવ પાસે તેમણે પોતાના પતિના રૂપમાં માગવા લાગી. શિવે તેની માયાથી ભગવાન વિષ્ણુને તેના પતિ બનાવી દીધા. થોડા દિવસ ભગવાન વિષ્ણુ પાતાલ લોકમાં રોકાયા અને પરણિત જીવન પસાર કરવા લાગ્યા.

થોડા વર્ષો પછી વિષ્ણુજીને તે અપ્સરાઓથી પુત્રોનો જન્મ થયો પણ તે બધા દાનવીય અવગુણો વાળા હતા. તેમણે ત્રણે લોકોમાં આતંક મચાવી દીધો. બધા દેવી દેવતા ભગવાન શિવના શરણોમાં ગયા અને સમાધાન માગવા લાગ્યા. ભગવાન શિવે ત્યારે વૃષભ અવતાર ધારણ કર્યો અને પાતાલ લોકમાં જઈને એક એક કરીને બધા વિષ્ણુના દંડી પુત્રોનો સંહાર કરવા લાગ્યા. આ રીતે ભગવાન શિવે વૃષભ અવતારે આ બ્રહ્માંડને વિષ્ણુના દાનવીય પુત્રોથી બચાવ્યા.

આ માહિતી શિવજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.