જાણો સાચી ભક્તિના અર્થથી લઈને સાચી ભક્તિ ક્યાં જોવા મળે છે. શું તમે પાખંડી અને બનાવટી પૂજાથી અલગ ખરેખરમાં સાચી ઈશ્વર ભક્તિ પ્રેમની શોધમાં છો. તો આ પોસ્ટ તમારા માટે જ છે. આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે ભગવાનની ભક્તિ શું છે?
ભક્તિનો અર્થ : ઈશ્વર પ્રત્યે જે પરમ પ્રેમ છે તેને જ ભક્તિ કહે છે. તમારા શરીર અથવા પત્ની અથવા ઘર કે અન્ય વિષયો પ્રત્યે જે પ્રેમ છે તેને આશક્તિ કહે છે. આ બંનેમાં જે ભેદ છે તેને સમજવાની ચેષ્ટા કરો. ભક્તિ નીઃસંદેહ પ્રેમરૂપ છે. પરંતુ દરેક પ્રકારના અને દરેક સાથે કરવામાં આવેલો પ્રેમ ભક્તિ નથી.
ઈશ્વરનો પ્રેમ માણસ જાતી પ્રત્યે તેની સહનશીલતામાં પ્રગટ થાય છે. ઈશ્વરે સંસારમાં પાપીઓનો સંપૂર્ણ રીતે નાશ ક્યારેય નથી કર્યો. પરંતુ પાપીઓ સાથે પ્રેમ કરે છે. રાક્ષસોને મળેલા વરદાન એ વાતને પ્રમાણિત કરે છે. ઈશ્વરની દ્રષ્ટીમાં કોઈ પણ માણસ સારા કે ખરાબ નથી હોતા. ખરાબ માણસની વિચારસરણી હોય છે એટલે ભગવાન તો બધાને પ્રેમ કરે છે.
ઈશ્વર કોણ છે અને શું છે? એ પહેલા કે આપણે શોધીએ કે કયો એવો પ્રેમ છે જે કોઈ વસ્તુ ઉપર આશ્રિત નથી. પોતાની સાથે જે પ્રેમ હોય છે તે એકદમ નિ:સ્વાર્થ અને નિષ્પક્ષ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સાથે ઘણો પ્રેમ કરે છે. ત્યારે તો અરીસામાં તેની છબી વારંવાર જુવે છે. પોતાનું નામ, પોતાનું ચિત્ર છાપા, ટીવીમાં જોવા માંગે છે. આ રીતે સ્વયં પ્રત્યે જે આપણો પ્રેમ છે તે દેશ, કાળ, પરિસ્થિતિ ઉપર નિર્ભર નથી કરતો. હવે અહિયાં જોવાની વાત એ છે કે જે પરમ આનંદ સ્વરૂપ છે તે પરમ પ્રેમનો વિષય હોઈ શકે છે તો એટલા માટે હું શું છું?
હું છું પરમ આનંદનું સ્વરૂપ અને જયારે અહિયાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વર સાથે જ પરમ પ્રેમ થઇ શકે છે. અને મારો પરમ પ્રેમ જો સ્વયં જ છે, તો તેનો અર્થ એ થયો કે ઈશ્વર મારો આત્મા છે અને મારી સાથે જ છે. ઈશ્વર મારાથી અલગ નથી પરંતુ આપણે વિચારીએ છીએ કે આપણે ઘણા દુઃખી છીએ. આપણેને આનંદ જોઈએ અને તે પણ બહાર શોધીએ છીએ. કેટલું મોટું અજ્ઞાન છે તે, આપણે બધા ઈશ્વરના સંતાન છીએ અને તે આપણા બધામાં વાસ કરે છે.
પાપ અને પુણ્ય : ઈશ્વર માણસને પાપો માંથી મુક્તિ અપાવવા માટે ઘણી વખત અલગ અલગ રૂપોમાં માણસ વચ્ચે આવ્યા. જેથી બધાનો ભગવાન ઉપર વિશ્વાસ જળવાઈ રહે. ભગવાનમાં વિશ્વાસ રાખવા વાળાને કોઈ પ્રકારના કષ્ટનો સામનો ન કરવો પડે. તેનું કોઈ પ્રકારનું અહિત ન થાય. અને તે તેના જીવનમાં અનંત કાળ સુધી યશ અને વૈભવ મેળવતા રહે. ઈશ્વરના પ્રેમથી માણસ જાતીને અસીમિત અનુગ્રહ પ્રાપ્ત થાય છે. માણસ યોનીને પાપની યોની માનવામાં આવે છે. પાપે માણસને ઈશ્વરથી અલગ કરી દીધા છે.
પાપનો અર્થ તે લક્ષ્યને શોધવાનું છે. જે ઈશ્વરે માણસને પ્રદાન કર્યું છે. માણસ યોનીમાં જન્મ લેવાનો એક માત્ર ઉદેશ્ય આત્માનું પરમાત્મા સાથે મિલન છે. મનુષ્ય ઈશ્વરને પ્રેમ કરે. અને સંગતી રાખે, તો પ્રભુની કૃપા પણ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિ પણ એવું કહે છે કે પાપની મજુરી મૃત્યુ સમાન છે. ઈશ્વરનું વરદાન માણસ સાથે અનંત જીવનથી રહ્યું છે. આજકાલના સમયમાં માણસની ખોટી સંગતી અને ખોટા કામકાજથી આપણા વિચાર અને કાર્ય પાપથી દુષિત થઇ ગયા છે.
શું ખરેખર સ્વર્ગ અને નર્ક હોય છે? જો આ સંસારમાં પાપ ન હોય તો આપણે આપણા ઘરોમાં તાળા લગાવવાની જરૂર જ ન રહે. પોલીસ ચોકી અને જેલ એટલા માટે છે, જેથી સંસારમાં માણસ દ્વારા થઇ રહેલા પાપોની સજા આપવામાં આવે. ઈશ્વરના હિસાબે જ આપણો છુટકારો આપણા દ્વારા કરવામાં આવેલા સારા કામ જ અપાવી શકે છે. ગીતા કહે છે, કોઈ બીજા દ્વારા ઉદ્ધાર નથી થઇ શકતો. કેમ કે સ્વર્ગની નીચે માણસની દુનિયામાં બીજું કોઈ નામ નથી આપવામાં આવ્યું. જેના દ્વારા આપણે ઉદ્ધાર મેળવી શકીએ. સાચી ઈશ્વર ભક્તિ જ ઉદ્ધારનો માર્ગ છે.
સાચી ભક્તિ ક્યાં મળે છે? તે સાચી ભક્તિ માત્ર તીર્થ સ્થળો ઉપર જવું અને મંદિરોમાં અનુષ્ઠાનો માંથી પ્રાપ્ત નથી થતા. દાન આપવું, ગરીબોની મદદ કરવી, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો. અથવા એવા બઘા કાર્ય માણસને ઉદ્ધાર અપાવી શકે છે. ઈશ્વર કોઈ ધર્મની સ્થાપના માટે આ સંસારમાં આવ્યા ન હતા. માણસ જાતીને એ પાપો માંથી છુટકારો આપવા અને માણસને સારા રસ્તા ઉપર ચાલવા માટે જ ઈશ્વર આ સંસારમાં આવ્યા છે. માણસે ઈશ્વરની દરેક ક્ષણનો આભાર માનવો જોઈએ.
કેમ કે તેમણે આપણા ઉદ્ધાર માટે અલગ અલગ રૂપોમાં સંસારમાં જન્મ લીધો. ભગવાને માણસને સાચો રસ્તો દેખાડવા અનેક પ્રકારની નિદા પીડા અને દુઃખ સહન કર્યા. ઈશ્વરનું કહેવું છે કે જે માણસ તેમની ઉપર વિશ્વાસ કરશે તે બધાને પોતાની પાસે લઇ જવા માટે તે વારંવાર માણસ યોનીમાં અવતાર લેતા રહેશે. ઈશ્વર એક છે અલગ અલગ સ્થાન ઉપર ભગવાનને અલગ અલગ રીતે પૂજવામાં આવે છે.
આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.