જાણો શું થયું જયારે કૃષ્ણ ભક્તે તેમને કેળાની જગ્યાએ કેળાની છાલ ખવડાવી, વાંચો કથા. ભગવાન માત્ર તેના ભક્તોના ભાવને જુવે છે, જે ભક્ત સાચા ભાવથી તેના પ્રભુની પૂજા કરે છે. તેની પૂજા હંમેશા સફળ રહે છે. આ સંદર્ભમાં એક કથા પણ જોડાયેલી છે. તે કથા મહાભારત કાળની છે. કથા મુજબ જયારે પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થવા જઈ રહ્યું હતું. ત્યારે ભગવાન કૃષ્ણએ આ યુદ્ધને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. તે પ્રયત્નમાં તે ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા હતા. હસ્તિનાપુર આવીને કૃષ્ણજીએ દુર્યોધનની સામે શાંતિનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ દુર્યોધને તે પ્રસ્તાવનો સ્વીકાર ન કર્યો અને યુદ્ધની વાત ઉપર મક્કમ રહ્યા.
ભગવાન કૃષ્ણએ પણ દુર્યોધનને વધુ મનાવવાનો પ્રયત્ન ન કર્યો. કેમ કે તે સમજી ગયા હતા કે દુર્યોધન માત્ર યુદ્ધ જ ઈચ્છે છે. તેથી કોઈ પણ પ્રસ્તાવ દુર્યોધન સામે રાખવામાં આવે, તો તેનો સ્વીકાર નથી કરવાના. તે લાંબી મુસાફરી કરી હસ્તિનાપુર આવેલા ભગવાન કૃષ્ણએ કાંઈ ખાધું ન હતું. તેથી દુર્યોધને ભગવાન કૃષ્ણજીને ખાવા માટે કહ્યું. પરંતુ ભગવાન કૃષ્ણ જાણતા હતા કે દુર્યોધનનો ભાવ શું છે. એટલા માટે તેમણે ભોજન કરવાની ના કહી દીધી
કારણ પૂછવાથી શ્રીકૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે કોઈનું અતિથી સ્વીકાર કરવાના ત્રણ કારણ હોય છે. ભાવ, પ્રભાવ અને અભાવ. પરંતુ તારો એવો ભાવ નથી. જેથી વશીભૂત થઈને તારું નિમંત્રણ સ્વીકાર કરું અને મને એવો અભાવ પણ નથી, જેથી મજબુર થઈને તારો અતિથ્ય સ્વીકાર કરવામાં આવે.
પરંતુ કૃષ્ણજીને ઘણી ભૂખ લાગી હતી. એટલા માટે તેમણે મહાત્મા વિદુરના ઘરે જઈને ભોજન કરવાનું વિચાર્યું. આમ તો મહાત્મા વિદુર અને તેની પત્ની પારસંવી કૃષ્ણજીના ઘણા મોટા ભક્ત હતા. મહાત્મા વિદુર હસ્તિનાપુરના મંત્રી હોવા સાથે સાથે સાધુ અને સ્પષ્ટવાદી હતા. એ કારણ હતું કે દુર્યોધન તેની ઉપર હંમેશા ગુસ્સે જ રહેતા હતા અને તેની નિંદા કરતા રહેતા હતા. ધ્રુતરાષ્ટ અને ભીષ્મ પિતામહને કારણે જ દુર્યોધન દ્વારા કરવામાં આવતા અપમાનને તે સહન કરી લેતા હતા. શ્રીકૃષ્ણમાં તેની અનુપમ પ્રીતિ હતી. તેની ધર્મપત્ની પારસંવી પણ પરમ સાધ્વી હતી.
દુર્યોધને મહેલ માંથી નીકળીને કૃષ્ણજી મહાત્મા વિદુરના ઘરે પહોચી ગયા. તે દરમિયાન મહાત્મા વિદુર ઘરે જ ન હતા અને તેની પત્ની પારસંવી સ્નાન કરી રહી હતી. શ્રીકૃષ્ણનો અવાજ સાંભળતા જ તે કપડા પહેર્યા વગર ભાગીને બહાર આવી ગઈ. તેની અવસ્થા જોઈ શ્રીકૃષ્ણએ પોતાનું પીતામ્બર પારસંવી ઉપર નાખી દીધું. ત્યાર પછી શ્રીકૃષ્ણએ કહ્યું કે તેને ભૂખ લાગી છે. તે વાત સાંભળીને પારસંવી શ્રીકૃષ્ણ માટે કેળા લઇ આવી. શ્રીકૃષ્ણના પ્રેમભાવમાં તો એટલી મગ્ન હતી કે કેળા છોલી છોલીને શ્રીકૃષ્ણને ખાવા માટે આપી રહી હતી. ત્યારે મહાત્મા વિદુર આવી ગયા અને તે ચોંકી ગયા. પારસંવીને વઢવા લાગ્યા.
અને ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા. ભગવાને કહ્યું, વિદુરજી તમે ખરા કટાણે આવ્યા, મને ઘણો આનંદ થઇ રહ્યો હતો. હું તો આવા ભોજન માટે અતૃપ્ત રહું છું. તે સાંભળ્યા પછી વિદુરજી ભગવાનને કેળાનો ગરબ ખવરાવવા લાગ્યા. ભગવાને કહ્યું, વિદુરજી તમે કેળા તો મને ઘણી સાવચેતીથી ખરવાવ્યા, પણ ખબર નહિ કેમ તેમાં છાલ જેવો સ્વાદ ન આવ્યો, તે સાંભળીને વિદુરની પત્નીની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી કેમ કે તે સમજી ગઈ કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા હોય છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.