જ્યારે તાંત્રિકે ભગવાન બુધ્ધને પૂછ્યું તમે કોણ છો? ત્યારે ભગવાને તેને કરાવ્યું સત્યનું જ્ઞાન.

0
191

ભગવાન બુધ્ધના જ્યાં જ્યાં પગલા પડતા ત્યાં ત્યાં જમીન ઉપર કમળની છાપ પડતી.

અગમવિદ્યા નો જાણકાર સામવેદ નામનો તાંત્રિક આવી છાપ જોઈ પ્રભાવિત થયો.

પગલાની સગડ દાબીને બુદ્ધ જે ઝાડ નીચે બેઠા હતા ત્યાં પહોચ્યો.

બુદ્ધના ચહેરા ઉપરનું તેજ જોઈ તે અંજાયો, બુદ્ધને તાંત્રિક સામવેદે પૂછ્યું,

તમે યક્ષ છો?

બુદ્ધ કહે ના.

ગંધર્વ?

બુદ્ધ કહે ના.

દેવતા?

બુદ્ધ કહે ના.

માણસ?

બુદ્ધ કહે ના.

તો પછી છો કોણ?

ભગવાન બુદ્ધ થોડું હસ્યા અને બોલ્યા,

વત્સ સામે ઉભેલો વ્યક્તિ આપણને યક્ષ, ગાંધર્વ, દેવતા કે માણસ લાગે તે આપણા મનની સ્થિતિ છે.

હું મનની સ્થિતિથી પાર છું, મારા મન માં કશું ઉદભવતું નથી કે કશું શમતું નથી.

હું બુદ્ધ છું.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)