ઘરમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ કેવા પ્રકારની હોવી જોઈએ, વાસ્તુ મુજબ જાણો તેના વિષે.

0
380

ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, જાણો કેવી મૂર્તિ ખરીદવી.

દરેક ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ હોય છે. ઘણા ઘરમાં એકથી વધુ હોય છે. ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કેટલીક બાબતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ કે ઘરમાં રાખવામાં આવેલા ગણેશજીની મૂર્તિ વાસ્તુ મુજબ કેવા પ્રકારની હોવી જોઈએ.

(1) મૂર્તિનો રંગ : ગણેશજીના દરેક અવતારનો રંગ અલગ અલગ છે પણ શિવપુરાણ મુજબ ગણેશજીના શરીરનો મુખ્ય રંગ લાલ અને લીલો છે. તેમાં લાલ રંગ શક્તિ અને લીલો રંગ સમૃદ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. તેનો આશય છે કે જ્યાં ગણેશજી છે, ત્યાં શક્તિ અને સમૃદ્ધી બંનેનો વાસ છે.

આત્મ વિકાસ કે સર્વ મંગળની કામના કરવા વાળા માટે સિંદુરી રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ. ધન સમૃદ્ધીની ઈચ્છા રાખવા વાળા પીળા રંગની મૂર્તિમાં લીલા રંગના ઉપયોગ વાળી મૂર્તિ રાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ સફેદ રંગની ગણેશ મૂર્તિ તે લોકો માટે છે જે શાંતિ અને સમૃદ્ધી ઈચ્છે છે.

(2) મૂર્તિની વિશેષતા : મૂર્તિમાં ડાબા હાથ તરફ સુંઢ વળેલી હોય, તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. જમણા હાથ તરફ વળેલી સુંઢ વાળા ગણેશજી જીદ્દી હોય છે અને તેમની સાધના-આરાધના કઠીન હોય છે. ગણેશજીને મોદક પસંદ છે અને તેમનું વાહન મુષક અતિપ્રિય છે એટલે ધ્યાન રાખો કે મૂર્તિમાં મોદકના લાડુ અને ઉંદર જરૂર હોવા જોઈએ.

ગણેશજીને ચાર ભુજાઓ છે. પહેલા હાથમાં અંકુશ, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં મોદક અને ચોથા હાથથી તે આશીર્વાદ આપતા હોય છે. ઘરમાં પંચમુખી મૂર્તિ રાખતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો.

(3) મૂર્તિનો આકાર : શાસ્ત્ર મુજબ પૂજા ઘરમાં રાખવામાં આવતી દેવી દેવતાઓની મૂર્તિનો આકાર 3 ઇંચથી વધુ ન હોવો જોઈએ કે આપણા અંગુઠાની લંબાઈ જેટલી જ મૂર્તિઓ રાખવી જોઈએ. અંગુઠાના આકારથી મોટી મૂર્તિઓ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ.

મોટી મૂર્તિઓની પૂજામાં ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે. તેની પૂજામાં ભૂલ થવી અશુભ માનવામાં આવે છે અને પુણ્ય-લાભ પણ પ્રાપ્ત થઇ શકતા નથી. આમ તો તમે ગણેશજીની ઓછામાં ઓછી એક ફૂટની મૂર્તિ રાખી શકો છો.

(4) કેટલી રાખવી મૂર્તિ :

गृहे लिंगद्वयं नाच्यं गणेशत्रितयं तथा।

शंखद्वयं तथा सूर्यो नार्च्यो शक्तित्रयं तथा॥

द्वे चक्रे द्वारकायास्तु शालग्राम शिलाद्वयम्‌।

तेषां तु पुजनेनैव उद्वेगं प्राप्नुयाद् गृही॥

અર્થાંત : ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશ, બે શંખ, બે સૂર્ય, ત્રણ દુર્ગા મૂર્તિ, બે ગોમતી ચક્ર અને બે શાલીગ્રામની પૂજા કરવાથી ગૃહસ્થ માણસને અશાંતિ થાય છે.

(5) સ્થાપનાની દિશા : વાસ્તુ નિષ્ણાંતો મુજબ ઘરમાં ગણેશની મૂર્તિ રાખવા માટે પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા સૌથી સારી જગ્યા છે. યાદ રાખો દરેક ગણેશ મૂર્તિઓના મુખ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.