ઉત્તરાખંડમાં ચમોલીમાં છે ભગવાન નરસિંહનું 1200 વર્ષ જુનું મંદિર, ઠંડીમાં અહીં થાય છે ભગવાન બદ્રીનાથની પૂજા.

0
364

આ મંદિરના દર્શન કરવાથી તમામ સંકટ થઇ જાય છે દુર, શાલીગ્રામ પથ્થરમાંથી બનેલી છે ભગવાન નરસિંહની મૂર્તિ.

ઉત્તરાખંડના જોશીમઠમાં ભગવાન નરસિંહનું લગભગ 1 હજાર વર્ષથી વધુ જુનું મંદિર છે. જેનો સંબંધ સૃષ્ટિના વિનાશ સાથે માનવામાં આવે છે. આ મંદિરને નરસિંહ બદરી પણ કહેવામાં આવે છે. અહિયાં દર્શન કરવાથી તમામ સંકટ દુર થઇ જાય છે. માનવામાં આવે છે કે અહિયાં ભગવાન નરસિંહ ભક્તોની દરેક માનતા પૂરી કરે છે.

સામાન્ય દિવસોમાં આ મંદિરમાં આખું વર્ષ લોકોનું આવવા જવાનું ચાલુ જ રહે છે. અને ઠંડીની ઋતુમાં ભગવાન બદ્રીનાથ આ મંદિરમાં વિરાજે છે. અહિયાં તેમની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, જોશીમઠમાં નરસિંહ ભગવાનના દર્શન કર્યા વગર બદ્રીનાથ ધામની યાત્રા પૂરી નથી માનવામાં આવતી.

શાલીગ્રામ પથ્થર માંથી બનેલી છે ભગવાન નરસિંહની મૂર્તિ : મંદિરમાં સ્થાપિત ભગવાન નરસિંહની મૂર્તિ શાલીગ્રામ પથ્થર માંથી બનેલી છે. આ મૂર્તિનું નિર્માણ આથમી સદીમાં કશ્મીરના રાજા લલીતાદીત્ય યુક્કા પીડાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. પણ ઘણા લોકોનું માનવું છે કે, મૂર્તિ સ્વયં પ્રગટ થઇ ગઈ.

આ મૂર્તિ લગભગ 10 ઇંચની છે અને ભગવાન નરસિંહ એક કમળ ઉપર બિરાજમાન છે. ભગવાન નરસિંહ સાથે આ મંદિરમાં બદ્રીનારાયણ, ઉદ્દધ્વ અને કુબેરની મૂર્તિઓ પણ રહેલી છે. મંદિરમાં ભગવાન નરસિંહ ની જમણી તરફ ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી અને ગરુડની મૂર્તિઓ સ્થાપિત છે, અને ડાબી તરફ કાલિકા માતાની મૂર્તિ છે.

મંદિર સ્થાપનાને લઈને મળે છે ઘણા મત : રાજતરંગીણી ગ્રંથ મુજબ 8 મી સદીમાં કશ્મીરના રાજા લલીતાદીત્ય દ્વારા તેમની દિગ્વિજય યાત્રા દરમિયાન પ્રાચીન નરસિંહ મંદિરનું નિર્માણ ઉગ્ર નરસિંહની પૂજા માટે થયું હતું, જે ભગવાન વિષ્ણુનો અવતાર છે. તે ઉપરાંત પાંડવો સાથે જોડાયેલી માન્યતા પણ છે. તે અનુસાર સ્વર્ગરોહિણી યાત્રા દરમિયાન આ મંદિરનો પાયો નખાયો હતો. અને એક બીજા મત મુજબ આ મંદિરની સ્થાપના આદિ ગુરુ શંકરાચાર્યએ કરી હતી, કેમ કે તે નરસિંહ ભગવાનને તેમના ઇષ્ટ દેવ માનતા હતા.

મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ રહેલી છે : આ મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ છે. કેદારખંડની સનતકુમાર સંહિતામાં કહેવામાં આવ્યું છે કે, જયારે ભગવાન નરસિંહની મૂર્તિ માંથી તેમનો હાથ તૂટીને પડી જશે તો વિષ્ણુપ્રયાગ પાસે આવેલા પટમિલા નામના સ્થાન ઉપર આવેલા જય અને વિજય નામના પહાડ એકબીજામાં ભળી જશે અને બદ્રીનાથના દર્શન નહિ થઇ શકે. ત્યારે જોશીમઠના તપોવન ક્ષેત્રમાં આવેલા ભવિષ્ય બદ્રી મંદિરમાં ભગવાના બદ્રીનાથના દર્શન થશે. કેદારખંડની સનતકુમાર સંહિતામાં પણ તેનો ઉલ્લેખ મળે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.