ભગવાન સાથે જોડાયેલા આ કામ કરવાથી મનની અશાંતિ થાય છે દુર, મળે છે જોરદાર લાભ, જાણો શું કરવું જોઈએ.

0
402

જો તમે પણ અનુભવી રહ્યા છો અશાંત મનની પરેશાની, તો અપનાવો આ ઉપાય, મન થશે શાંત.

દોડધામ ભરેલા જીવનમાં આજકાલ ક્યાંકને ક્યાંક દરેક લોકો દુઃખી જ રહે છે. મોટાભાગના લોકો ન ઇચ્છતા હોવા છતાં પણ સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે કે પછી બીજા કારણોથી તેમનું મન અશાંત રહે છે. અશાંત મનને શાંત કરવા માટે જ્યોતિષ ઉપાય પણ અપનાવવામાં આવી શકે છે જે ઘણી હદ સુધી લાભ આપે છે. આવો આજે એવા જ કેટલાક ઉપાયો વિષે જાણીએ.

ગાયત્રી મંત્રના જાપ : જો તમે પણ અશાંત મનનો સામનો કરી રહ્યા છો અને તેનાથી હંમેશા પરેશાન રહો છો, તો રોજ ગાયત્રી મંત્ર ‘ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।’ ના જાપ કરો. તેનાથી પોઝેટીવ એનર્જી આવે છે.

સાત્વિક આહાર : માન્યતા છે કે જો આપણે સાત્વિક આહારનું સેવન કરીએ છીએ તો ખરાબ વિચાર આપણા મનથી દુર રહે છે અને ધ્યાન પણ કેન્દ્રિત રહે છે. સાથે જ તે આરોગ્ય માટે પણ ઘણું સારું માનવામાં આવે છે.

એકાદશી વ્રત : એવું માનવામાં આવે છે કે મનને શાંત કરવા માટે એકાદશીનું વ્રત પણ સારું રહે છે. મહિનામાં બે વખત આવતી આ તિથી ઉપર જો તમે વ્રત રાખવામાં સમર્થ નથી, તો તે દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરો.

સૂર્ય દેવને જળ અર્પણ કરવું : જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને જળ અર્પણ કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો સવારે ઉઠીને પૂજા પાઠ કરતા પહેલા સૂર્ય દેવને જળ ચડાવે છે. તમે પણ સવારે સૂર્યદેવને જળ ચડાવો, કેમ કે તેનાથી તમને પોઝેટીવ એનર્જી પણ મળશે.

ભગવાનનું ધ્યાન : શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રોજ ભગવાનનું ધ્યાન ધરવું એ જીવનમાં સુખ અને સમૃદ્ધી લાવવાનો અત્યંત શુભ માર્ગ છે. મનને શાંત કરવા માટે સવારે કે સાંજે મંદિરે જાવ અને ભગવાનનું ધ્યાન ધરો. જો તમે મંદિરે નથી જઈ શકતા, તો ઘરે જ ભગવાનનું ધ્યાન ધરો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.