ભગવાન શિવ અને માતા પાર્વતી ત્રણેય લોકના દર્શન કર્યા પછી અહીં આવીને આરામ કરે છે, જાણો આ મંદિર વિષે

0
685

ભોલેનાથના આ ધામનો મહિમા છે અનેરો, અહીં થાય છે ભગવાન શિવની ગુપ્ત આરતી.

ખંડવા પ્રાચીન કાળથી ભગવાન ભોલેનાથના ધામ તરીકે પ્રખ્યાત છે, તેના વિશે વિવિધ કથાઓ પણ પ્રચલિત છે. અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે એવું માનવામાં આવે છે કે, દરરોજ ત્રણેય લોકના દર્શન કર્યા પછી ભગવાન શિવ અને માતા પાર્વતી અહીં આવીને આરામ કરે છે અને ચોપાટ (ચોસર) રમે છે. આ મંદિર છે ખંડવાનું ઓમકારેશ્વર મંદિર (Omkareshwar temple).

12 જ્યોતિર્લિંગોમાં ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મંદિર છે. ઓમકારેશ્વર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની નજીક આવેલું છે. નર્મદા નદીની મધ્યમાં ઓમકાર પર્વત પર આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. મહાશિવરાત્રી પર અહીં શિવભક્તોની ભીડ જોવા મળે છે.

ઓમકારેશ્વર મંદિર મધ્ય પ્રદેશના નિમાડમાં આવેલું છે. તે ખંડવા જિલ્લામાં નર્મદા નદીની મધ્યમાં આવેલા ઓમકાર પર્વત પર આવેલું છે. અહીં બ્રહ્માજીના શ્રીમુખમાંથી ૐ શબ્દની ઉત્પત્તિ થઈ હતી. તેથી દરેક ધાર્મિક ગ્રંથો અથવા વેદોનો પાઠ ૐ શબ્દ સાથે કરવામાં આવે છે. ઓમકારેશ્વરનો મહિમા સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને વાયુ પુરાણમાં પણ જોવા મળે છે.

આ મંદિર નર્મદામાં આવેલા ૐ આકારના પર્વત પર આવેલું છે. અહીં શિવલિંગની આકૃતિ ૐ ના આકારમાં છે. તેથી જ આ જ્યોતિર્લિંગને ઓમકારેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે, જ્યાં ભગવાન ભોલેનાથ ત્રણેય લોકની મુલાકાત લીધા પછી રાત્રે આરામ કરવા આવે છે. માતા પાર્વતી પણ અહીં બિરાજમાન છે. ભગવાન શિવ અને માતા પાર્વતી રાત્રે સૂતા પહેલા અહીં ચોપાટ રહે છે.

આ જ કારણ છે કે અહીં શયન આરતી પણ કરવામાં આવે છે. શયન આરતી પછી જ્યોતિર્લિંગની સામે દરરોજ ચોપાટની રમત મુકવામાં આવે છે. રાત્રે ગર્ભગૃહમાં કોઈ જતું નથી, પરંતુ સવારે જવા પર ત્યાં પાસાની સ્થિતિ બદલાયેલી જોવા મળે છે. ઓમકારેશ્વર મંદિરમાં ભગવાન શિવની ગુપ્ત આરતી કરવામાં આવે છે જ્યાં પૂજારીઓ સિવાય કોઈ પણ ગર્ભગૃહમાં પ્રવેશી શકતું નથી. પૂજારીઓ ભગવાન શિવને વિશેષ પૂજા અને અભિષેક કરે છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.