ભગવાન શિવના ઘરેથી શરુ થઈ છે નણંદ અને ભાભીમાં તું તું મેં મેં, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
862

આ કારણો સર સાસુ, વહુ અને નણંદના સંબંધમાં આવે છે ખટાશ, જાણો તેનાથી બચવા શું કરવું.

ટીવી સિરિયલોમાં તમે ઘણીવાર જોયું હશે કે નણંદ અને ભાભીમાં વ્યંગના બાણ ચાલતા રહે છે. દરેક સિરિયલમાં જોઈ લેજો, નણંદ ભાભી વચ્ચે છત્રીસનો આંકડો ચાલે છે. આવું માત્ર ટીવી પર જ નહીં પરંતુ સાચુકલા જીવનમાં પણ થાય છે. રિયલ લાઈફમાં પણ બંને વચ્ચે ઘણીવાર ઝઘડા થતા રહે છે. આની પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે.

જ્યારે પાર્વતી માતાના ઘરે આવી તેમની નણંદ :

એકવાર દેવી પાર્વતીના મનમાં વિચાર આવ્યો કે જો તેમની પણ કોઈ નણંદ હોત તો તેમનું મન વ્યસ્ત રહેતે. પરંતુ ભગવાન શિવ અજન્મા હતા, તેમની કોઈ બહેન ન હતી, તેથી પાર્વતી પોતાના વિચારો મનમાં ને મનમાં રાખીને બેસી ગયા. પરંતુ ભગવાન શિવ અંતર્યામી છે, તેમણે દેવી પાર્વતીના મનની વાત જાણી અને તેમને પૂછવા લાગ્યા કે તમારા મનમાં કંઈક ચાલી રહ્યું છે તો જણાવી દો. ત્યારે પાર્વતીએ કહ્યું કે તેમની પણ કોઈ નણંદ હોત તો સારું થાત.

ભગવાન શિવે કહ્યું, ઠીક છે. નણંદ તો આવી જશે. પરંતુ શું નણંદ સાથે તમારી બનશે? પાર્વતીજીએ કહ્યું કે, નણંદ સાથે મારી શા માટે નહિ બને. બસ પછી શું હતું. ભગવાન શિવે પોતાની માયાથી એક દેવીને ઉત્પન્ન કર્યા. આ દેવી ખૂબ જ જાડા હતા, તેમના પગમાં તિરાડો પડેલી હતી. ભગવાન શિવે કહ્યું કે આ લો, તમારી નણંદ આવી ગઈ. તેમનું નામ અસાવરી દેવી છે.

પોતાની નણંદને જોઈને દેવી પાર્વતી ખૂબ પ્રસન્ન થયા. તેઓ તરત જ અસાવરી દેવી માટે ભોજન બનાવવા લાગી ગયા. અસાવરી દેવી સ્નાન કરીને આવ્યા અને ભોજન માંગવા લાગ્યા. દેવી પાર્વતીએ ભોજન પીરસ્યું. જ્યારે અસાવરી દેવીએ ખાવાનું શરૂ કર્યું ત્યારે પાર્વતીજીના અન્ન ભંડારમાં જે કંઈ હતું તે બધું ખાઈ ગયા. દેવી પાર્વતી અને મહાદેવ માટે કંઈ બચ્યું નહિ. આથી પાર્વતી દુઃખી થઈ ગયા.

આ પછી દેવી પાર્વતીએ ભાભીને પહેરવા માટે નવા વસ્ત્રો આપ્યા, પરંતુ જાડા અસાવરી દેવી માટે કપડાં નાના પડ્યા. આ પછી, નણંદને અચાનક મજાક કરવાનું મન થયું અને તેમણે પાર્વતીજીને પગની તિરાડોમાં છુપાવી દીધી. પાર્વતીને ગૂંગળામણ થવા લાગી. જ્યારે મહાદેવે અસાવરી દેવીને પાર્વતી વિશે પૂછ્યું, ત્યારે અસાવરી દેવીએ જૂઠું બોલ્યું કે તે જાણતી નથી કે પાર્વતી ક્યાં છે?

દેવી પાર્વતીનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. જ્યારે શિવજીએ કહ્યું કે શું આ તમારી તો બદમાશી નથી ને. ત્યારે અસાવરી દેવી હસવા લાગ્યા અને પોતાના પગ જમીન પર પછાડયા એટલે પગની તિરાડોમાં દબાયેલ દેવી પાર્વતી બહાર આવી ગયા. દેવી પાર્વતીએ ભગવાન શિવને વિનંતી કરી કે કૃપા કરીને તેમની નણંદને શક્ય તેટલી વહેલી તકે તેમના સાસરે મોકલવાની કૃપા કરે. મારાથી બહુ મોટી ભૂલ થઈ કે મેં નણંદની ઈચ્છા કરી.

ભગવાન શિવે અસાવરી દેવીને કૈલાસથી દૂર મોકલી દીધા. પરંતુ આ ઘટના બાદ નણંદ અને ભાભી વચ્ચે ઝઘડાઓનો સિલસિલો શરૂ થયો હતો. મનમોટાપ, હુંસાતુંસી કયા સંબંધમાં નથી હોતા! આપણે સંબંધને પ્રેમ અને અરસપરસ વિશ્વાસથી ભરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આવો જાણીએ કેવી રીતે.

દરેક સંબંધને ખુશીઓથી ભરપૂર કેવી રીતે બનાવવો?

સરખામણી : નણંદ અને ભાભીએ એ સમજવું પડશે કે કોઈપણ પુરુષ માટે પત્ની અને બહેન બંને જરૂરી છે. તેથી તેમને બેમાંથી કોઈ એક પસંદ કરવા દબાણ કરશો નહીં. દરેક વસ્તુની સરખામણી ન કરો. ભાઈ કે પતિના વર્તન પર પ્રશ્ન ન કરો. પરણેલી નણંદ ઘણીવાર ભાભી સાથે સરખામણી કરે છે કે તે કેટલી વાર પિયરમાં જાય છે, તો પછી હું કેમ ન જાઉં? તેને દરેક વસ્તુ માટે આટલી છૂટ મળે છે તો મને કેમ નહીં? સંબંધો વચ્ચેની સરખામણી માત્ર સંબંધને બગાડે છે, તેથી તે ન કરો.

ટીકા : જો તમે એકબીજાની ટીકા કરતાં થાકતા નથી, તો એવું ન કરો. સાસુ, પતિ, ભાઈ કે માતાની સામે એકબીજાની ખોદણી ન કરો કે તેણે આ કર્યું છે અથવા આમ કહ્યું.

વર્ચસ્વ : એ સાચું છે કે નવા ઘરમાં ભાભી ઈચ્છે છે કે હું વર્ચસ્વ ધરાવું, જ્યારે નણંદને લાગે છે કે અત્યાર સુધી મારી વાત મનાતી હતી, તો આજે પણ એવું જ થવું જોઈએ. આ ઘરમાં હંમેશા મારું સાંભળવામાં આવતું હતું, એટલે આજે પણ મારું સાંભળવામાં આવે. પરંતુ બંનેએ સમજવું પડશે કે સમય અને પરિસ્થિતિ પણ બદલાય છે. નણંદે પણ એ સમજવું જરૂરી છે કે, તેણે નવી વહુને એવો અનુભવ ન કરાવવો જોઈએ કે તે આ ઘરમાં નવી છે.

એક સરખી ઉંમર હોવી : ભાભી અને નણંદ બંને ઘણીવાર એક જ ઉંમરના હોય છે. એવામાં બંનેએ સમજવું પડશે કે તેમના કારણે તેમના ભાઈ કે પતિને તકલીફ ન પડવી જોઈએ. એક સરખી ઉંમર હોવાથી બંને વચ્ચે ઘણીવાર ઝઘડો થતો રહે છે. નણંદ ભાભીના સંબંધોને મિત્રતામાં બદલવાનો પ્રયત્ન કરો.

સહાનુભૂતિનો અભાવ : આ સંબંધમાં એકબીજાને સમજવું અને એકબીજાની ભૂલોને માફ કરતાં શીખવું સૌથી જરૂરી છે. કોઈની ભૂલ થઈ હોય તો સમજવું પડશે કે ભૂલ કેમ થઈ. તેમના સંબંધોના સમીકરણો બદલાતા રહે છે, તેથી એકબીજાની પરિસ્થિતિને સમજવી પણ જરૂરી છે. બીજા કઈ સ્થિતિમાં છે તે સમજવું અગત્યનું છે. એવું ન વિચારો કે આ મારી ભૂલ નથી, તો હું શા માટે માફી માંગુ.

સાસુ-વહુની કીચ-કીચથી કેવી રીતે બચવું?

આદર કરવો : સાસુ અને વહુ બંનેએ એકબીજાને માન આપવું જોઈએ. સાસુ-સસરાને માતા-પિતાની જેમ પ્રેમ અને સન્માન આપવું જોઈએ. સાથે જ સાસુએ પણ વહુના અસ્તિત્વનું સન્માન કરવું જોઈએ.

જેવા સાથે તેવા : જેવા સાથે તેવાની ભાવના મનમાં રાખશો નહીં. તેને દૂર કરી દો. તેણે મારી સાથે આવું કર્યું એટલે હું પણ તેની સાથે આવું જ કરીશ, એવી ભાવના મનમાં લાવવી યોગ્ય નથી. તે સંબંધ બનાવવા દેતી નથી, પણ બગાડે છે.

અસુરક્ષા : લગ્ન પછી માતાને પુત્રની ચિંતા થવા લાગે છે કે પુત્રવધૂ પુત્રને તેનાથી દૂર ના કરી દે. ક્યાંક આ રીતે તે તેના ભવિષ્યની સુરક્ષાને લઈને ભયભીત થઈ જાય છે. વહુ પોતાના વર્તનથી સાસુનો આ ડર દૂર કરી શકે છે. બીજી તરફ સાસુ-સસરાએ પણ સમજવું જોઈએ કે પુત્ર અને વહુના નવા જીવનની શરૂઆત થઈ રહી છે, તેથી તેમણે અસુરક્ષિત ન અનુભવવું જોઈએ. બંને માટે સાથે સમય વિતાવવો પણ જરૂરી છે, જેથી કરીને તેઓ પોતાનું ભાવિ જીવન સરળતાથી જીવી શકે. પુત્ર અને પુત્રવધૂને સાથે સમય પસાર કરવાની સંપૂર્ણ તક આપો.

અપેક્ષાઓ : સાસુ અને વહુ બંનેએ એકબીજાને જેમ છે તેમ સ્વીકારવા જોઈએ. બંનેએ સમજવું જોઈએ કે તેઓ આટલા વર્ષોથી એક જ જીવનશૈલી જીવી રહ્યા છે, તેથી અચાનક તેમના માટે પોતાને બદલવું સરળ નહીં હોય. ખાસ કરીને આ ઉંમરે સાસુએ બદલવું વધુ મુશ્કેલ બની જશે. તેથી એકબીજા સાથે ઝઘડો ન કરો. સાસુની ઉંમરનું ધ્યાન રાખો, તેમને માન આપો. સાસુએ પણ વહુની અલગ ઓળખનું સન્માન કરવું જોઈએ.

આ માહિતી સ્પીકિંગ ટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.