આખા વિશ્વમા ઘણા વૃક્ષો છે જેમાંથી કેટલાક આપણે જાણીએ છીએ અને કેટલાક એવા વૃક્ષો છે જેના વિશે મોટાભાગના લોકો હજી પણ જાણતા નથી. બધા વિશે જાણવુ શક્ય નથી કારણ કે વિશ્વમા વનસ્પતિની ઘણી જાતો જોવા મળે છે. જો કે આજે અમે તમને જે વૃક્ષ વિષે જણાવીશુ તે પૃથ્વી સાથે નહી પણ સ્વર્ગ સાથે સંબંધિત છે.
શિવભક્તોની ઇચ્છા પૂરી કરવા માટે સ્વર્ગથી પૃથ્વી લોક લાવવામા આવ્યુ હતુ આ વૃક્ષ. આપણે અહીં પારિજાતનાં ઝાડ વિશે વાત કરી રહ્યા છીએ જેને શાસ્ત્રોમા સારુ સ્થાન આપવામા આવ્યુ છે. આ વૃક્ષ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામા સફદરગંજ નજીક કોટવા આશ્રમ નજીક આવેલ છે.
પારિજાત અથવા પારિજાતકના સંસ્કૃત નામથી ઓળખાતું આ મધ્યમ કદનું વૄક્ષની ઓળખ એ તેની ડાળી-ક્રાંડ છે. સામાન્ય રીતે દરેક વૃક્ષ-વનસ્પતિની ડાળી એ ગોળાકાર હોય છે, પરંતુ પારિજાતની ડાળીઓનાં કાંડ ચતુષ્કોણ–ચોરસ હોય છે.આ જ તેની સૌથી વિશેષ ઓળખ છે. બીજી ઓળખ તેનાં ફૂલો છે. તેની સુંદરતા રંગ બાહુલ્ય તથા જ્થ્થાબંધ પ્રમાણમાં આવતાં મધુર સુંગધીદાર ફૂલો પણ તેની વિશેષ ઓળખાણ છે.સાહિત્યની ભાષામાં નવલકથામાં પણ પારિજાતનાં પુષ્પોનો ઊલ્લેખ આવ્યા વિના રહેતો નથી.
પારિજાતનાં ફૂલો ખૂબ જ નાજુક હોય છે. સહેજ ડાળી હલાવીએ તો નીચે ઢગલો ફૂલો ખરી પડે છે. પારિજાતના ફૂલોની સુવાસ એ પવનની લહેરખીની સાથે દૂર સુધી પ્રસરે છે. તેનું અંગ્રેજી નામ Night Jasmine કે Coral Jasmine પણ છે. લેટિન નામ Nyctanthyes Arbar –Tristis છે. તેનું બીજું નામ શેફાલિકા પણ છે.
એવુ કહેવામા આવે છે કે મહાભારત કાળ દરમિયાન વનવાસના જીવનથી પીડાતા માતા કુંતી સાથે પાંડવ આ સ્થળે આવ્યા હતા. અહીં પાંડવોએ શિવ મંદિરની સ્થાપના કરી જેથી તેમની માતાને પૂજા કરવામા કોઈ તકલીફ ન પડે. શ્રીકૃષ્ણના આદેશથી પાંડવોએ સત્યભામાના બગીચામાંથી તેમની માતા માટે પરીજાતનુ ઝાડ લાવ્યા કારણ કે માતા કુંતીએ આ વૃક્ષના ફૂલોથી શિવની પૂજા કરતી હતી. આ વૃક્ષ ત્યારથી અહી છે.
બીજું પન કહેવામાં આવે છે કે પારિજાત વૃક્ષને દેવરાજ ઇંદ્રએ સ્વર્ગમાં ઉગાડ્યું હતું. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. આ ફૂલ પશ્વિમ બંગાળનું રાજકીય પુષ્પ છે. આ વૃક્ષને લઇને ઘણી હિંદુ માન્યતાઓ છે. કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતના ફૂલ અત્યંત પ્રિય છે. પૂજા પાઠ દરમિયાન મા લક્ષ્મીને આ ફૂલ ચઢાવતાં તે પ્રસન્ન થાય છે. ખાસ વાત એ છે કે પૂજા પાઠમાં પારિજાતના તે ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જે વૃક્ષ પરથી તૂટીને પડી જાય છે.
પારિજાત વિશે કહેવામાં આવે છે કે તેને કાન્હા સ્વર્ગ પરથી ધરતી પર લાવવામાં આવ્યું અને ગુજરાત (Gujarat) રાજ્યના દ્વારકા (Dwarka)માં લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અર્જુન દ્વારકાથી પારિજાત વૃક્ષ લઇ ગયા. આ વૃક્ષ 10 થી 30 ફૂટ સુધી ઉંચાઇવાળુ હોય છે. ખાસકરીને હિમાલય (Himalaya)ના તરાઇમાં પારિજાત મોટી સંખ્યામાં મળે છે. તેના ફૂલ, પાંદડા અને છાલનો ઉપયોગ ઔષધિ બનાવવામાં થાય છે.
આયુર્વેદમા પારીજાતને હારસીંગાર કહેવામા આવે છે. શિવની ઉપાસના તેમજ દેવી લક્ષ્મીની પૂજા કરવામા ખૂબ મહત્વ ધરાવે છે. કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા આ ઝાડનો ઉદ્ભવ સમુદ્ર મંથન સમયે થયો હતો. આ પછી દેવરાજ ઇન્દ્ર તેને સ્વર્ગમા લઈ ગયા. તેને ત્યા સ્પર્શ કરવાનો અધિકાર ફક્ત ઉર્વશીને જ હતો. ઉર્વશી આ ઝાડને સ્પર્શ કરીને પોતાનો થાક દુર કરતી હતી.
પારિજાતનુ ઝાડ પોતાની લાક્ષણિકતાઓ ધરાવે છે જે મુજબ તે એકમાત્ર એવુ વૃક્ષ છે જેના ઉપર બીજ આવતા નથી અને જ્યારે બીજ વાવે છે ત્યારે આ બીજ રોપતા બીજુ વૃક્ષ ઉગે છે. તેની ઉપર ઉગતા ફૂલો પણ આશ્ચર્યજનક છે કારણ કે આ ફૂલો ફક્ત રાત્રે જ ખીલે છે અને સવારના સમયે બધા કરમાઈ જાય છે.
શાસ્ત્રોમા એવુ કહેવામા આવ્યુ છે કે આ ફૂલો ઝાડ ઉપરથી ઉતારી શકાતા નથી. જે ફૂલો ઝાડ પરથી નીચે પડે છે તે જ ફૂલોનો ઉપયોગ પૂજામા કરવામા આવે છે. આ રીતે સ્વર્ગલોકનુ આ વૃક્ષ ઘણી લાક્ષણિકતાઓ ધરાવે છે તેના વિશે ઘણી પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. તે એક ખૂબ જ મહત્વપૂર્ણ વૃક્ષ છે જેનુ મહત્વ શાસ્ત્રોમા પણ સ્વીકારવામા આવ્યુ છે. ગુણકર્મ – પારિજાતના પત્રોનો વિશેષતઃ ઔષધ તરીકે ઊપયોગ થાય છે.
સન્ધિવાતઘ્નો ગુદ્વાતાદિ દોષનુત્ – સાંધાનાં વા નો તથા અપાનવાયુનો નાશ કરનાર છે. પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. તે પચવામાં તીખી છે.મતલબ કટુ વિપાકી છે.તે સ્વાદે કડવું છે કફવાત શામક તરીકે ગુણો ધરાવે છે. અન્ય ગુણોનો અને કર્મોનો વિચાર કરીએ તો ઊષ્ણ અને તિકત હોવાને કારણે તે જંતુઘ્ન અને કેશ્ય પણ છે.નાડીતંત્રના સોજાને દૂર કરીને Neurological treatment માં તે સારામાં સારું પરિણામ આપે છે.
ઊપયોગ :
ખાલિત્ય-વાળ ખરવા – ખરતાં વાળમાં તેના બીજને પાણીમાં પીસીને તેનો લેપ કરવાથી વાળ ખરતાં ઓછાં થઈ જાય છે. અને ખરેલા વાળ ફરીથી ઊગી નીકળે છે.
રાંઝણ – સાયેટીકા –Sciatica નું ઊત્તમ ઔષધ છે.તેમજ તેની અસર અન્ય રોગો કરતાં ગૄધ્રસી – રાંઝણ (Sciatica) માં વિશેષ છે. રાંઝણ તેમજ વાયુના કારણે સાંધાના દુઃખાવા જેવા તમામ રોગોમાં પારિજાતના પાનનો ઊકાળો કરી તેમાં દિવેલ ઊમેરીને નિયમિત રીતે સેવન કરવાથી કમરનો દુઃખાવો Sciatica ઝડપભેર મટે છે.
વિષહર – કોઈ પણ જીવજંતુના કરડવાથી તેના પર પારિજાતના પાંદડાની લુગદી બનાવીને તેનો લેપ કરવો.
ખરજવું – (૧) ખરજવા ઊપર પારિજાતના પાંદડાનું ચૂર્ણ તથા નાચણીનો લોટ સમભાગે લઈને તેને ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે.
(૨) પારિજાતના પાંદડાને દૂધમાં વાટીને લેપ કરવાથી પણ ખરજવામાં ફાયદો થાય છે.
ખોડો – પારિજાતના બીને પાણીમાં લસોટીને તેને નિયમિત માથા પર લેપ કરવાથી ખોડો મટે છે.
દાદર – દાદર પર પારિજાતના પાનનો રસ કાઢીને ચોપડવાથી તે મટે છે.
વિનંતિ :
વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામમાં આવશે. આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.
પારિજાતના વૃક્ષની ઊંચાઈ 10 થી 25 ફૂટ જેટલી હોય છે. આ વૃક્ષની એક ખાસ વાત એ છે કે આમાં ઘણી મોટી માત્રામાં ફૂલો આવે છે. એક દિવસમાં આના કેટલા પણ ફૂલો તોડવામાં આવે, બીજા દિવસે ફરીથી મોટા પ્રમાણમાં ફૂલો ખીલી જશે. દુનિયાભરમાં આની ફક્ત 5 પ્રજાતિયો જોવા મળે છે.
એમ પન હાલ ની જે પરિસ્થિતિ છે, ( ઓકસીજન ની અપૂરતી ) એને ધ્યાન માં લઈ અને આં લેખ વાંચવા વાળા થી સક્ય હોય તો આવનારી ૫ જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ એક વૃક્ષ વાવી એને સંપૂર્ણ મોટું કરવાની જવાબદારી જરૂર લેજો. એનો ફાયદો તમને કે મને નઈ મળે પરંતુ આપણી આવનારી પેઢી ને ચોક્કસ મળશે.
જય શ્રી રામ
જય મહાકાલ
જય માતાજી
જય હિન્દ
જય જવાન
જય કિસાન
જય જય ગરવી ગુજરાત.
– સાભાર સનાતન હિન્દૂ હાર્દિક પટેલ (અમર કથાઓ ગ્રુપ)