ભગવાન શિવ શા માટે આવી ગયા મહાકાળીના પગની નીચે આવ્યા?

0
404

જાણો કેમ ભગવાન શિવે મહાકાળીના પગ નીચે આવવું પડ્યું હતું.

ભગવતી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાંથી એક છે મહાકાળી. જેમના કાળા અને બિહામણાં રૂપની ઉત્પત્તિ રાક્ષસોનો નાશ કરવા માટે થઈ હતી. આ એક માત્ર એવી શક્તિ છે જેનાથી કાળ પણ ડરે છે. તેમનો ગુસ્સો એટલું વિકરાળ રૂપ લઇ લે છે કે આખા સંસારની શક્તિઓ મળીને પણ તેમના ગુસ્સા પર નિયંત્રણ નથી મેળવી શકતી. તેમના આ ગુસ્સાને રોકવા માટે તેમના પતિ ભગવાન શંકર પોતે તેમના ચરણોની નીચે આવી ગયા હતા. આ સંબંધમાં શાસ્ત્રોમાં એક કથાનું વર્ણન છે જે આ પ્રમાણે છે.

દૈત્ય રક્તવિજે કઠોર તપના બળ પર વરદાન મેળવ્યું હતું કે, તેના લોહીનું એક ટીપું પણ ધરતી પર પડશે તો તેમાંથી અનેક દૈત્ય ઉત્પન્ન થઇ જશે. પછી તેણે પોતાની શક્તિઓનો ઉપયોગ નિર્દોષ લોકો પર કરવાનો શરુ કરી દીધો. ધીરે ધીરે તેણે ત્રણેય લોકોમાં પોતાનો આતંક મચાવી દીધો. દેવતાઓએ તેને યુદ્ધ માટે લલકાર્યો. ભયંકર યુદ્ધની શરૂઆત થઇ. દેવતાઓ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને રક્તવિજનો નાશ કરવા માટે તત્પર હતા, પણ જેવું જ તેના શરીરમાંથી લોહીનું એક પણ ટીપું ધરતી પર પડતું કે તેમાંથી અનેકો રક્તવિજ પેદા થઈ જતા.

પછી દરેક દેવતાઓ મળીને મહાકાળીની શરણમાં ગયા. અસલમાં માં કાળી સુંદરી રૂપ ભગવતી દુર્ગાનું કાળું અને બિહામણું રૂપ છે, જેની ઉત્પત્તિ રાક્ષસોને મારવા માટે થઈ હતી. મહાકાળીએ દેવતાઓની રક્ષા માટે વિકરાળ રૂપ ધારણ કરીને યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કર્યો. માં કાળીની મૂર્તિ જોતા સમજાય જાય છે કે તે વિકરાળ છે. જેમના હાથમાં ખપ્પર (ભિક્ષાપાત્ર) છે, લોહી ટપકે છે અને ગળામાં ખોપરીઓની માળા છે. પણ માં ની આંખો અને હૃદયમાંથી પોતાના ભક્તો માટે પ્રેમની ગંગા વહે છે.

મહાકાળીએ રાક્ષસોનો વધ કરવાનું શરુ કર્યું. પણ રક્તવિજના લોહીનું એક પણ ટીપું ધરતી પર પડતું તો તેમાંથી અનેક દાનવોનો જન્મ થઈ જતો, આથી યુદ્ધ ભૂમિમાં દૈત્યોની સંખ્યા વધવા લાગી. ત્યારે માં એ પોતાની જીભ મોટી કરી. દાનવોનું લોહી જમીન પર પડવાની જગ્યાએ તેમની જીભ પર પડવા લાગ્યું. માં કાળી દાનવોની લાશોના ઢગલા કરતા ગયા અને લોહી પીતા ગયા. આ રીતે મહાકાળીએ રક્તવીજનો વધ કર્યો, પણ ત્યાં સુધી મહાકાળીનો ગુસ્સો એટલું વિકરાળ રૂપ લઇ ચુક્યો હતો કે તેમને શાંત કરવા જરૂરી હતા. પણ દરેક દેવતા તેમની નજીક જવાથી ડરી રહ્યા હતા.

પછી દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને મહાકાળીને શાંત કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન શિવે તેમને દરેક રીતે શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ જયારે દરેક પ્રયત્ન નિષ્ફ્ળ રહ્યા તો તે તેમના માર્ગમાં સુઈ ગયા. જયારે માં કાળીના ચરણ ભગવાન શિવ પર પડ્યા તો તે એકદમથી અટકી ગયા. તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. જણાવી દઈએ કે, આદિ શક્તિ માં દુર્ગાના વિવિધ રૂપોનું વર્ણન મારકંડેય પુરાણમાં છે.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.