શિવજીનું આ મંદિર છે ખુબ આશ્ચર્યજનક અને ચમત્કારી, અહીં આવતા ભક્તોને ભોલેબાબા નથી કરતા નિરાશ

0
274

ભોલે ભંડારીના દર્શન માત્રથી ભક્તોની પુરી થાય છે દરેક મનોકામના, ખુબ આશ્ચર્યકારક અને ચમત્કારી છે આ મંદિર. આ સંસારમાં ભોલેબાબાના ભક્તોની કમી નથી. ભક્તો ભોલે બાબાની પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભગવાન શિવજીના એવા ઘણા બધા મંદિર છે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શિવજીના આ મંદિર ઘણા ચમત્કારી અને રહસ્યમયી જણાવવામાં આવ્યા છે. આ મંદિરોના ચમત્કાર અને તેની વિશેષતાઓ ભક્તોને પોતાની તરફ ખેંચી લાવે છે.

આજે અમે તમને શિવજીના અમુક એવા જ ખાસ અને ચમત્કારી મંદિરો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેના વિષે એવું કહેવામાં આવે છે કે, અહીં જે ભક્ત દર્શન કરવા માટે આવે છે, તેમના પર ભોલેબાબાના આશીર્વાદ જળવાઈ રહે છે. ભોલેબાબાની કૃપાથી કોઈ પણ ભક્ત આ મંદિરોમાંથી નિરાશ થઈને નથી જતા.

વીજળી મહાદેવ મંદિર : દેવોના દેવ મહાદેવનું વીજળી મહાદેવ મંદિર ઘણું જ અનોખું માનવામાં આવ્યું છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલું છે. કુલ્લુ શહેરમાં વ્યાસ અને પાર્વતી નદીના સંગમ સ્થળ પાસે જ એક પર્વત પર ભગવાન શિવજીનું આ પ્રાચીન મંદિર બનેલું છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, દર 12 વર્ષમાં એક વાર અહીં આવેલા શિવલિંગ પર વીજળી પડે છે. વીજળી પડવાને કારણે શિવલિંગ ચકનાચૂર થઈ જાય છે, ત્યારબાદ પૂજારી શિવલિંગના ટુકડાને માખણમાં લપેટીને મૂકી દે છે. અને તેની સૌથી મોટી ખાસિયત અને ચમત્કાર એ છે કે, આ શિવલિંગ ફરીથી જોડાઈ જાય છે.

અચલેશ્વર મહાદેવ મંદિર : ભગવાન શિવજીના આ મંદિરમાં જે શિવલિંગ છે તે દિવસમાં ત્રણ વાર રંગ બદલે છે. આ મંદિર રાજસ્થાનના ધૌલપુરમાં આવેલું છે. દુર્ગમ જંગલો વચ્ચે આવેલું આ મંદિર પોતાની રીતે ઘણું અનોખું માનવામાં આવ્યું છે. આ મંદિરમાં શિવલિંગનો રંગ સવારના સમયે લાલ હોય છે. બપોરના સમયે કેસરી હોય છે અને જેમ જેમ સાંજ થાય છે, આ શિવલિંગનો રંગ શ્યામ થતો જાય છે.

ભોજેશ્વર મંદિર : ભગવાન શિવજીનું આ મંદિર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 32 કિલોમીટર દૂર ભોજપુર, રાયસેન જિલ્લામાં ભોજપુરના પર્વત પર બનેલું છે. અહીંનું શિવલિંગ ઘણું જ વિશાળ અને અદ્દભુત માનવામાં આવે છે. ભગવાન શિવજીના આ પ્રાચીન મંદિરનું નિર્માણ પરમાર વંશના પ્રસિદ્ધ રાજા ભોજ દ્વારા કરાવવામાં આવ્યું હતું. અહીં જે શિવલિંગ આવેલું છે તે ચીકણા લાલ બલુઆ પથ્થરના એક જ પથ્થરમાંથી બનેલું છે.

લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર : ભગવાન શિવજીના આ મંદિરમાં જે શિવલિંગ આવેલું છે, તેમાં એક લાખ છિદ્ર છે. આ કારણે તેને લક્ષલિંગ પણ કહેવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે, આ શિવલિંગ પર જેટલું પાણી નાખવામાં આવે, તે બધું પાણી આ શિવલિંગમાં સમાઈ જાય છે.

નિષ્કલંક મહાદેવ : ભગવાન શિવજીનું આ મંદિર ઘણું જ ચમત્કારી છે. ગુજરાતના ભાવનગરમાં કોલિયાક તટથી લગભગ 3 કિલોમીટર અંદર અરબ સાગરમાં શિવજીનું આ મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે, રોજ અરબ સાગરની લહેરો અહીંના શિવલિંગનો અભિષેક કરે છે. જયારે ભરતી શાંત થાય છે અને ઓટ આવે છે, ત્યારે ભક્તો પગપાળા જઈને આ મંદિરના દર્શન કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.