દેવાત ઇ ડેલીયુ (જો) નંદની ગોકુળે નાથ
(તો) જાદવા ક્યાં જાત (હતી) ભાંગલી રાત ભૂપતા
ઉઘડત નૈ યશોદા (તારા) કાળી રાતના કમાડ
(તો) કંસનો નંદ કાળ , ભમાવત ક્યાં ભૂપતા
ખરે વખત ખોબલે (જો) દિકરી યશોદા ન દેત
(તો) ક્યાં વસુદેવ કેત , ભીંહની વાતુ ભૂપતા
ગોવિંદ તુ ગોકુળે , ગયો નો હોત એ ગામ
(તો) નંદ યશોદા નામ , ભણાવત કોણ ભૂપતા
વિર આહિર વ્રજમા , નંદરાય ન હોત નાથ
(તો) શ્યામ કિં સચવાત , ભગવાન હતો ભૂપતા
રચના : આહીર ભૂપત ભાઈ જળુ
ગામ : નવાગામ સરધાર તાલુકો રાજકોટ
8000055255
(કાઠિયાવાડી સાહિત્ય અને વાર્તા ગ્રુપમાં શેયર થયેલી પોસ્ટ)