ત્રિલોક ના કલ્યાણ અર્થ જયારે ભગવાને કશ્યપમુની તેમજ દેવોની માતા અદિતીના પુત્ર તરીકે અવતાર લીધો ત્યારે નામકરણ ની વિધી કશ્યપમુની એ પોતે કરી હતી.
સમગ્ર દેવગણો કશ્યપમુની ના આશ્રમમાં વામન ભગવાન ના દર્શન કરવા આવ્યા હતા.
નામકરણ વિધી થી કશ્યપમુની એ કહ્યું કે, હે અદિતી ના સહુ થી નાના પુત્ર, આજથી તમે વામન ના નામે આ જગત મા ઓળખાશો. ને ઇન્દ્ર ના નાના ભાઈ હોવાથી તમે ઉપેન્દ્ર પણ કહેવાશો.
એ પછી ઉપવિત ના સંસ્કારો વખતે સૂર્ય દેવે ગાયત્રી નો ઉપદેશ કર્યો,
બૃહસ્પતિએ જનોઇ પહેરાવી,
કશ્યપમુની એ મૂંજ ઘાસનો કંદોરો પહેરાવ્યો,
અદિતી માતાએ એ લંગોટી બાંધી,
પૃથ્વીદેવીએ મૃગચ ર્મ વીટ્યુ,
ચંદ્ર દેવે દંડ આપ્યો,
આકાશે છત્ર આપ્યું,
સપ્તર્ષિઓ એ દર્ભ તેમ જ બહ્મા દેવ ની પ્રેરણાથી વામન ના હાથમાં કમંડલુ આપ્યું,
કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું,
ભગવતી દેવી દુર્ગા માતાએ ભિક્ષા આપી.
એ બટુક સ્વરૂપ ના વામન ભગવાન ના અદ્દભુત તેજ ના દર્શન કરી ઋષિઓ ભગવાની સ્તુતિ કરી.
અણુવાર્મનનામાડસી યતસ્તવ વામનાખ્યયા.!!
મનનાન્મુરિરેવાસી યમનાદ્ યતિરૂચ્યસે.!!
આપણી સંસ્કૃતિ આપણો વારસો
– જયુભા ઝાલા (અમર કથાઓ ગ્રુપ)