ભગવાન વિષ્ણુની પ્રથમ પૂરી છે ‘અયોધ્યા’, જાણો કોણે કરી હતી તેની સ્થાપના.

0
289

ભગવાન શ્રીરામની જન્મભૂમી અયોધ્યા છે ભગવાન વિષ્ણુની પ્રથમ પૂરી, જાણો તેની અજાણી વાતો.

અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમી છે. ભગવાન રામની નગરી અયોધ્યા હજારો મહાપુરુષોની કર્મભૂમિ રહી છે. આવો જાણીએ કે કેવી રીતે આ નગરી શ્રીહરિ વિષ્ણુની પ્રથમ પૂરી કહેવાઈ.

સપ્તપુરીઓ : ભારતની પ્રાચીન નગરીઓમાંથી એક અયોધ્યાને હિંદુ પૌરાણીક ઈતિહાસમાં પવિત્ર અને સૌથી પ્રાચીન સપ્તપુરીમાં પ્રથમ માનવામાં આવે છે. સપ્તપુરીઓમાં અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જયીની) અને દ્વારકાને સામેલ કરવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુએ અયોધ્યામાં દશરથપુત્ર તરીકે જન્મ લઈને રાવણનો વ-ધ-ક-ર્યો હતો.

વિષ્ણુના ચક્ર ઉપર વસી છે અયોધ્યા : સરયુ નદીના કાંઠા ઉપર વસેલા આ નગરને રામાયણ મુજબ પ્રથમ ધરતીપુત્ર સ્વાયંભુવ મનુએ વસાવી હતી. પૌરાણિક કથાઓ મુજબ બ્રહ્માને જયારે મનુએ તેમના માટે એક નગરના નિર્માણની વાત કરી તો તેઓ તેમને વિષ્ણુજી પાસે લઇ ગયા. વિષ્ણુજીએ તેમને અવધધામમાં એક યોગ્ય સ્થાન બતાવ્યું.

વિષ્ણુજીએ આ નગરીને વસાવવા માટે બ્રહ્મા અને મનુ સાથે દેવશિલ્પી વિશ્વકર્માને મોકલી દીધા. તે ઉપરાંત તેમના રામાવતાર માટે યોગ્ય સ્થાન શોધવા માટે મહર્ષિ વશિષ્ઠને પણ તેમની સાથે મોકલ્યા. માન્યતા છે કે વશિષ્ઠ દ્વારા સરયુ નદીના કાંઠા ઉપર લીલાભૂમિની પસંદગી કરવામાં આવી, જ્યાં વિશ્વકર્માએ નગરનું નિર્માણ કર્યું.

અયોધ્યા નગરી ભગવાન વિષ્ણુના ચક્ર ઉપર સ્થિત છે. સ્કંદપુરાણ મુજબ અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર ઉપર બિરાજમાન છે. અયોધ્યાનું સૌથી પહેલા વર્ણન અથર્વવેદમાં મળે છે. અથર્વવેદમાં અયોધ્યાને દેવતાઓનું નગર ગણાવવામાં આવ્યું છે. ‘અષ્ટચક્રા નવદ્વારા દેવાના પુરયોદ્ધા.’ આવો જાણીએ તેનો પ્રાચીન અને પૌરાણિક ઈતિહાસ. જોકે રામાયણ અનુસાર આ નગરની સ્થાપના વિવસ્વાન (સૂર્ય) ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. માથુરોના ઈતિહાસ મુજબ વૈવસ્વત મનુ લગભગ 6673 ઇ.સ. પૂર્વે થયા હતા.

કેવી હતી અયોધ્યા? અયોધ્યા પહેલા કૌશલનું પાટનગર હતું. વાલ્મીકી કૃત રામાયણના બાલકાંડમાં ઉલ્લેખ મળે છે કે, અયોધ્યા 12 યોજન લાંબી અને 3 યોજન પહોળી હતી. વાલ્મીકી રામાયણમાં અયોધ્યા પૂરીનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. રામાયણમાં અયોધ્યા નગરી સરયુ કાંઠા ઉપર વસેલી હોવાનો અને આ નગરીના ભવ્ય અને સમૃદ્ધ હોવાનો ઉલ્લેખ મળે છે.

ત્યાં પહોળા રોડ અને ભવ્ય મહેલ હતો. બગીચા અને આંબાના બાગ હતા અને સાથે જ ચાર રસ્તા ઉપર લાગેલા મોટા સ્થંભ હતા. દરેક વ્યક્તિનું ઘર રાજમહેલ જેવું હતું. આ મહાપુરી બાર યોજન (36 માઈલ) પહોળી હતી. આ નગરીમાં સુંદર, લાંબા અને પહોળા રોડ હતા. ઇન્દ્રની અમરાવતીની જેમ મહારાજ દશરથે આ પૂરીને શણગારી હતી.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.