પહાડોને કોતરીને બનાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુના વરાહ અવતારનું આ મંદિર, જાણો તેના વિષે વિસ્તારથી.
આજે અમે તમને ઘરે બેઠા એક એવા મંદિરના દર્શન કરાવીશું જેને લગભગ 1200 વર્ષ જુનું માનવામાં આવે છે. તમિલનાડુમાં આવેલું વરાહ ગુફા મંદિર ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને સમર્પિત છે. જાણકારો મુજબ કહેવામાં આવે છે કે, આ મંદિર સાતમી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર તમિલનાડુમાં મહાબલીપુરમથી લગભગ 8 કી.મી. દુર આવેલું છે.
ભગવાન વિષ્ણુનું વરાહ સ્વરૂપ :
ભગવાન વિષ્ણુએ અલગ અલગ સમયે ધરતીને બચાવવા માટે અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા. તેમાંથી તેમનું એક રૂપ હતું વરાહ સ્વરૂપ, તેમાં તેમણે ધરતીને બચાવવા માટે જંગલી ભૂંડનું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન વિષ્ણુએ તેમના એ રૂપમાં પોતાના લાંબા દાંતથી પૃથ્વીને જળમગ્ન થવાથી બચાવી હતી.
વરાહ ગુફા મંદિરનો ઈતિહાસ :
વરાહ ગુફા મંદિર વિષે એવું માનવામાં આવે છે કે, આ મંદિર સાતમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ ગુફા મંદિર ઘણા જ સુંદર દેખાતા નકશીકામ સ્તંભ ઉપર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની દીવાલો ઉપર ઘણી નકશીકામ વાળી મૂર્તિઓ બનાવવામાં આવી છે. મંદિરની અંદર ભગવાન વિષ્ણુના દશાવતારમાંથી એક વરાહ અવતારને પણ ઘણી જ સુંદરતા સાથે રજુ કરવામાં આવ્યો છે.
વરાહ ગુફા એક પહાડ ઉપર આવેલી છે જેની ઊંચાઈ લગભગ 11.5 ફૂટ જણાવવામાં આવે છે. આ ગુફા સંપૂર્ણ રીતે ખડકોને કાપીને બનાવવામાં આવી છે. વરાહ ગુફા મંદિરને યુનેસ્કોએ એક વિશ્વ વારસાનું સ્થળ માન્યું છે.
આ મંદિરમાં ચાર ભુજા વાળી દુર્ગા દેવી અને ભગવાન વિષ્ણુના અવતાર જોવા મળે છે. આ મંદિરમાં રહેલી અત્યંત સુંદર મૂર્તિઓ આ મંદિરની સુંદરતા ઘણી વધારી દે છે. વરાહના ગુફા મંદિરમાં એક એવું દ્રશ્ય પણ રહેલું છે, જેમાં માં દુર્ગાના ભક્ત દેવીને પોતાનું કપાયેલું શી શચડાવી રહ્યા છે. જો તમે લોકો ક્યારેય પણ તમિલનાડુ જાવ, તો પલ્લવ રાજવંશના શાસન કાળમાં નિર્મિત આ ગુફા મંદિરના દર્શન જરૂર કરજો.
આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.