ભાગ્યશાળી હોય છે આ જન્મ તારીખવાળા લોકો, શુક્ર દેવના પ્રભાવથી ખુબ કમાય છે નામ અને પૈસા.

0
925

આ તારીખોમાં જન્મેલા લોકો હોય છે આકર્ષક વ્યક્તિત્વવાળા, શુક્રના પ્રભાવથી મેળવે છે આવા લાભ.

અંક જ્યોતિષ અનુસાર અંકોનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તમે જોયું જ હશે કે અમુક અંક આપણા માટે શુભ હોય છે તો અમુક અંક અશુભ હોય છે. આજકાલ વ્યક્તિ પોતાનો મોબાઈલ નંબર અને વાહન નંબર ખૂબ સમજી વિચારીને પસંદ કરે છે. તે ફક્ત તે જ નંબર પસંદ કરે છે જે તેના માટે શુભ હોય. દરેક જન્મ તારીખથી જુદા જુદા લકી નંબર બંને છે, કારણ કે બધાના મૂળાંક પણ અલગ-અલગ હોય છે.

અંક વિજ્ઞાનમાં 1 થી 9 અંકોનું વર્ણન મળે છે. આ અંકો પર કોઈને કોઈ ગ્રહનું સ્વામિત્વ હોય છે. આજે આપણે મૂળાંક 6 વિશે વાત કરવાના છીએ. મૂલાંક 6 ના સ્વામી શુક્ર દેવ છે. તમને જણાવી દઈએ કે મહિનાની 6, 15 કે 24 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 6 હોય છે.

આ લોકો આકર્ષક વ્યક્તિત્વવાળા અને રોમેન્ટિક હોય છે. સાથે જ આ લોકો પોતાની વાત અને વર્તનથી કોઈનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચવામાં કુશળ હોય છે. તેમજ શુક્રના પ્રભાવથી આ લોકો જીવનમાં ઘણું નામ અને ધન કમાય છે. જ્યોતિષ આદિત્ય ગૌડ પાસેથી જાણો મૂલાંક 6 સાથે સંબંધિત લોકોની ખાસ વાતો.

6 અંકના સ્વામી શુક્ર ગ્રહ માનવામાં આવે છે. જે પ્રેમ અને શાંતિનું પ્રતિક છે. મૂળાંક 6 ધરાવતા લોકો શરીરે મજબૂત અને દેખાવમાં આકર્ષક હોય છે. આ લોકો રોમેન્ટિક હોય છે. એવું માનવામાં આવે છે કે, આ લોકોની વૃદ્ધાવસ્થા ઝડપથી દેખાતી નથી.

આ લોકો કલા અને મનોરંજનના શોખીન હોય છે અને ખૂબ જ ઝડપથી સુંદરતા તરફ આકર્ષાય છે. ઉપરાંત, તેઓ પોતાની પ્રથમ મુલાકાતમાં કોઈને પણ પોતાના દીવાના બનાવી શકે છે. આ લોકો મિત્રતા જાળવવામાં શ્રેષ્ઠ હોય છે. આ લોકો ભલે પહેલીવાર કોઈને મળે પણ પૂરી નમ્રતાથી મળે. આ લોકો બીજાના દુ:ખમાં સાથે ઉભા રહે છે.

વૈભવી જીવન જીવવાના શોખીન હોય છે : આ લોકોનું શિક્ષણ સામાન્ય રીતે સારું હોય છે. તેઓ પોતાના પ્રયત્નોથી જીવનમાં ખૂબ પૈસા પણ કમાય છે. પરંતુ તેમણે આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે સખત મહેનત કરવી પડશે. તેઓ પૈસા ખર્ચવાના પણ શોખીન હોય છે. તેમજ તે લોકો મોંઘી વસ્તુઓ ખરીદવાના પણ શોખીન હોય છે. તેમને વૈભવી જીવન જીવવું ગમે છે.

આ લોકોને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળે છે. બાળપણથી જ આ લોકો પોતાની કારકિર્દી વિશે વિચારવાનું શરૂ કરે છે અને સફળતા મેળવવા માટે સખત મહેનત કરે છે. તેમને ફરવાનો ખૂબ શોખ છે. આ સાથે તેમને અલગ-અલગ પ્રકારના કપડા પહેરવાનો શોખ છે.

ફિલ્મ અને હોટેલ લાઇનમાં સફળતા મળે છે : શુક્ર ગ્રહના પ્રભાવને કારણે તેમને ફિલ્મ, મીડિયા, નાટક, ભોજન, વસ્ત્રો અને આભૂષણો સંબંધિત કાર્યમાં વધુ સફળતા મળવાની સંભાવના છે. તેની સાથે કપડા, લક્ઝરી આઈટમ્સ, સોનું, ચાંદી અને હીરા સાથે સંબંધિત બિઝનેસ તેમને ઘણી પ્રગતિ આપે છે.

મૂળાંક 6 વાળાનું 15 અને 24 અંક વાળા સાથે સારું બને છે. તેમજ મૂલાંક 2, 3 અને 9 વાળા લોકો પણ તેમના માટે શુભ રહે છે. આછો વાદળી, આછો ગુલાબી અને સફેદ રંગ તેમના માટે સૌથી શુભ માનવામાં આવે છે. જો તમારો મૂળાંક 6 છે તો તમારે આ રંગના રૂમાલ હંમેશા સાથે રાખી શકો છો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.