ભક્ત દશાખાચર અને તેમના ગુરુ સંત ફકડાનાથની આ કથા અચરજ પમાડનારી છે, વાંચો.

0
999

સંત ફકડાનાથ :

ગામ ઝમરાળા.

કારીયાણી ગામના દશાખાચર તેમના શિષ્ય એક દિવસ મોજમાં ફકડાનાથે કીધું “માંગ લે દશા કુછ.”

“બાપુ, કોઈએ ન માંગ્યુ હોય તેવું માંગવું છે.”

“બાપુ, મારી અંતિમ ક્રિયા આપના હાથે અને આપની મારા હાથે.”

સમય જતાં દશાખાચરે દુનિયામાંથી વિદાય લીધી. સૌ લોકિત જાય ફકડાનાથ બોલ્યા “કિસકા વિવાહ હે?”

“બાપુ, મ-ર-ણ થઈ ગયું દશાખાચર દેવ થઈ ગયા.”

ફકડાનાથ બોલ્યા “વો હોઈ નહિ શકતા દશા મેરા ભક્ત હે બીના બતાએ કૈસે જા શકતા હે દેવ મેસે મનુષ્ય બનેગા કશુંબા પીએગા પીલાએગા.”

બાપુ નનામી પાસે આવી બન્ધન ખોલાવ્યા.

“ઉઠ દશા કશુમબા પીલા”

ત્યાં તો દશાખાચર આળસ મરડી બેઠા થયા કશુમબા પાણી થયા.

“દેખ દશા તેરી અંતિમક્રિયા મેરે હાથ હો ગઇ. અબ ઝમરાળા ચલ સેવા કર મેં તેરે હાથ બીદા લૂંગા.”

આપા વિહામણ.

– શ્રી નાનુભાઈ જેબલિયા

(સાભાર રમેશ સોલંકી, અમર કથાઓ ગ્રુપ)