सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः॥
બ્રહ્માનો જે એક દિવસ છે, તેને એક હજાર ચતુર્યુગી સુધીના સમયગાળા વાળા અને રાત્રીના પણ એક હજાર ચતુર્યુગી સુધીના સમયગાળા વાળા જે પુરુષ તત્વથી ઓળખવામાં આવે છે, તે યોગીજન કાળના તત્વને જાણે છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, જે મને પ્રાપ્ત થાય છે તે સંસારમાં લિપ્ત નથી થતા, કેમ કે જયારે યુગોની હજાર ચોકડીઓ પસાર થાય છે, તે જ્યાં હકીકતમાં એક દિવસ હોય છે. અને હજારો ચોકડીઓની એક રાત હોય છે. જ્યાં આટલા મોટા દિવસ રાત હોય ત્યાં તેમને તે ભાગ્યવાન જ જુવે છે. જેમનો ક્ષય નથી થતો, તે સ્વર્ગસ્તા ચિરંજીવી છે.
ત્યાં બીજા દેવતાઓની પ્રતિષ્ઠાની કોઈ કિંમત નથી, મુખ્ય ઇન્દ્રદેવની જ દશા જુવો કે દિવસમાં ચૌદ થઇ જાય છે. બ્રહમાના આઠેય પ્રહરને જે પોતાના નેત્રોથી જોઈ રહ્યા છે, તેને અહોરાત્રવિદ કહે છે.
॥17॥
अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे।
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके॥
સંપૂર્ણ ચરાચર ભૂતગણ, બ્રહ્માના દિવસના પ્રવેશ કાળમાં અવ્યક્તમાંથી એટલે કે બ્રહ્માના શુક્ષ્મ શરીર માંથી ઉત્પન થાય છે. અને બ્રહ્માની રાત્રીના પ્રવેશકાળમાં તે અવ્યક્ત નામના બ્રહ્માના શુક્ષમ શરીરમાં જ લીન થઇ જાય છે.
તે બ્રહ્મભવનમાં જયારે દિવસ નીકળે છે તે સમયે નિરાકારમાંથી વિશ્વ એટલી બાહુલ્યતાથી પ્રગટ થાય છે કે તેની ગણતરી નથી કરી શકાતી. તેમ જ જયારે દિવસના ચાર પ્રહર નીકળી જાય છે, ત્યારે તે આકાર સમુદ્ર સુકાવા લાગે છે, અને પછી સવારનો સમય થતા જ એવોને એવો ભરાઈ જાય છે.
॥18॥
भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते।
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे॥
હે પાર્થ, તેમજ આ ભૂતસમુદાય ઉત્પન થઇ થઇને પ્રકૃતિ વશમાં થયેલા રાત્રી પ્રવેશ કાળમાં લીન થાય છે અને દિવસના પ્રવેશ કાળમાં ફરી ઉત્પન થાય છે. શરદ કાળમાં શરુઆતમાં જેમ મેઘ આકાશમાં વિલીન થઈ જાય છે, અને ગીષ્મ ઋતુના અંતમાં જેમ ફરી પ્રગટ થાય છે. એવી રીતે જ બ્રહ્માના દિવસની શરુઆતમાં તે ભૂત સૃષ્ટિનો સમુદાય પ્રગટ થઈને સહસ્ત્ર યુગ સુધી જળવાઈ રહે છે.
ત્યાર પછી જયારે રાત્રીનો સમય થાય છે ત્યારે વિશ્વ અવ્યક્તમાં લીન થઇ જાય છે. કહેવાનો અર્થ આ જગતની ઉત્પત્તિ અને પ્રલય બ્રહ્મભવનના દિવસ રાતમાં જ થાય છે. તેની શ્રેષ્ઠતા એટલી છે કે તે સૃષ્ટિની વચ્ચેનો ભંડાર છે. અને જન્મ મરણના માપની મર્યાદા છે. આ ત્રિલોક્ય જે તે બ્રહ્મભવનનો જ વિસ્તાર છે, જે બ્રહ્માના દિવસ ઉદય થતા જ એકદમ રચવામાં આવે છે, અને રાત્રીએ લીન થઇ જાય છે.
॥19॥
જે ભગવાનના પ્રિય ભક્ત છે, જે બ્રહ્મભુવન રહે છે, તે સંપૂર્ણ વિશ્વનો ઉદય અને અસ્ત તેના જ નેત્રોથી જુવે છે.
અસ્તુ
સદ્દગુરુ નાથ મહારાજની જય.