કૂવાવા ગામના ભક્ત સાયાજી જૂલા જેમણે ગામમાં રહીને દ્વારકાના નાથના વાધામાં લાગેલી આગ ઓલવી હતી.

0
663

ભક્ત સાયાજી જૂલા ઈડર પાસેનૂ કૂવાવા ગામના વતની સાયાજી જૂલા, જે ઈડર રાજ દરબાર મા બેઠા તા અચાનક ભર ડાયરામાં ઊભાં થઈ બે હાથ ઘસવા માડયા. આ જોઈ ડાયરાના માણસો એ પૂછયું કા ભગત આ શું ગાંડપણ આદર્યા છે? ત્યારે જૂલા એ કિધું કે આ ગાંડપણ નથી પણ દ્વારકાના નાથના વાઘાને જરા આગ લાગી તે ઓલવતો હતો.

ડાયરાના માણસો હસવા લાગ્યા કે, જૂલાજી હવે આવું તે કાઈ બનતુ હશે? ક્યાં દ્વારકા ને કયાં ઇડર. હવે રાખો, માપમાં રહો. પણ રાજાને થોડો વહેમ અને થોડી શ્રદ્ધા હતી. તેમને કહ્યું, ભગત ખરેખર શું આ સાચું છે?

હા મહારાજ.

રાજાએ બે અસ્વાર ને એકબાજુ બોલવી તપાસ કરવા કહ્યું ને અસ્વારો મારતે ઘોડે ઉપડ્યા દ્વારકા. લાંબી મુસાફરી પછી આ બન્ને અસ્વારો દ્રારકાના પૂજારી ને મળે છે ને આ વાતને પૂછે છે કે, આવી કોઈ ઘટના બની છે?

કોઈ પૂજારી એ કિધૂ કે હા આરતી વખતે ભગવાન ના વાઘા ને જયોત લાગી અને સળગવા લાગ્યા. પણ અચાનક જાળ ની અગ્નિ ઓલવાઇ ગઈ. પણ કેમ ઓલવાણી કાઈ ખબર નથી.

ત્યાર બાદ અસ્વારો ભગત જય દ્વારકાધીશ કહીં ઈડર આવે છે ને આ વાતની જાણ કરે છે.

હા મહારાજ દ્વારકાનાથ ના પુજારી પણ મુંઝવણ છે કે, આગ લાગી પણ ઓલવી કોણે અને કેવી રીતે એ ખબર નથી પડતી. પણ આપણા જૂલાજીના હાથની તપાસ કરો તો ખબર અને પ્રમાણ બન્ને મળે.

રાજાએ જૂલાજી ને હાથ બતાવવા કહ્યું ને જૂલાજીએ હાથ બતાવતા અરરરર આ શું? ખરેખર તેમના હાથમાં ફોડલા ઊપડી ગયા હતા. આખો દરબાર જૂલાજીને જોઈ નમસ્કાર કર્યા. વાહ ભગત હવે કયા કૂવાવા ને કયા દ્રારકા, પણ ભકત ભગવાનથી મહાન છે.

આ સત્ય ઘટના બનેલી છે. જે હો આવા સંતો ની.

– વિરમદેવસિહ પઢેરીયા

સાભાર હર્ષવર્ધન સિંહ ડાભી (અમર કથાઓ ગ્રુપ)