“ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ” – કેટલાને યાદ છે આ ભજન? જો ના હોય તો આજે જ યાદ કરી લો.

0
272

ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું

રહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું

તારું મુખડું પ્રભુજી હું જોયાં કરું,

રાત દિવસ ગુણો તારાં ગાયા કરું,

અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું … ભક્તિ કરતાં.

મારી આશા નિરાશા કરશો નહી,

મારા અવગુણ હૈયે ધરશો નહી,

શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું … ભક્તિ કરતાં.

મારાં પાપ ને તાપ સમાવી દેજો,

આ સેવકને ચરણોમાં રાખી લેજો,

આવી દેજો દર્શન દાન, પ્રભુ એવું માંગુ છું … ભક્તિ કરતાં.

તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો,

તને મળવાને પ્રભુ હું તો તરસી રહ્યો,

મારી કોમળ કાયા ના કરમાય, પ્રભુ એવું માંગુ છું … ભક્તિ કરતાં.

મારાં ભવોભવનાં પાપો દૂર કરો,

મારી અરજી પ્રભુજી હૈયે ધરો,

મને રાખજે તારી પાસ, પ્રભુ એવું માંગુ છું

તું રહેજે ભવોભવ સાથ, પ્રભુ એવું માંગુ છું … ભક્તિ કરતાં.