સંતે જણાવ્યું કેમ નથી લાગતું ભક્તિમાં મન, ભક્તિમાં એકાગ્રતા માટે જરૂરી છે આ વસ્તુ.

0
354

સ્વાર્થી દુનિયાથી દૂર થઈ સંત પાસે સંન્યાસ લેવા આવ્યો વ્યક્તિ, સંતે તેને પોતાની શરણમાં લેવાની પાડી ના, જાણો કેમ.

જુના સમયમાં એક વ્યક્તિના કુટુંબમાં વારંવાર કંકાશ થતા રહેતા હતા. તે વાતથી તે ઘણા દુઃખી રહેતા હતા. કંટાળીને તેમણે એક દિવસ વિચાર્યું કે હવે મારે સન્યાસ લઇ લેવો જોઈએ.

તે વ્યક્તિ ઘરે કોઈને કાંઈ જ જણાવ્યા વગર બધું જ છોડીને જંગલ તરફ નીકળી ગયા. જંગલમાં તેને એક આશ્રમ જોવા મળ્યો. તે આશ્રમમાં પહોચ્યા તો તેમણે જોયું કે એક સંત ઝાડની નીચે બેસીને ધ્યાન કરી રહ્યા હતા. દુઃખી વ્યક્તિ સંત સામે બેસી ગયા અને તેમનું ધ્યાન પૂરું થવાની રાહ જોવા લાગ્યા.

જયારે સંતનું ધ્યાન પૂરું થયું અને તેમણે આંખો ખોલી તો વ્યક્તિએ સંતને કહ્યું કે ગુરુદેવ મને તમારા શરણમાં લઇ લો. હું તમારો શિષ્ય બનવા માગું છું. હું હવે બધું છોડીને ભગવાનની ભક્તિ કરવા આવ્યો છુ. સંતે તેને પૂછ્યું કે તુ તારા ઘરમાં કોઈની સાથે પ્રેમ કરે છે?

વ્યક્તિએ કહ્યું કે નહિ, હું મારા કુટુંબમાં કોઈ સાથે પ્રેમ નથી કરતો. સંતે કહ્યું કે શું તને તારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની અને બાળકો માંથી કોઈ સાથે પ્રેમ નથી. વ્યક્તિએ સંતને જવાબ આપ્યો કે આ આખી દુનિયા સ્વાર્થી છે. હું મારા કુટુંબમાં કોઈની પણ સાથે પ્રેમ નથી કરતો. મને કોઈ સાથે પ્રેમ નથી, એટલા માટે હું બધું છોડીને સન્યાસ લેવા માગું છું.

સંતે જણાવ્યું કે ભાઈ તમે મને માફ કરો. હું તને શિષ્ય નથી બનાવી શકતો, હું તારા અશાંત મનને શાંત નથી કરી શકતો. તે સાંભળીને વ્યક્તિ ચક્તિ હતો.

સંત બોલ્યા કે ભાઈ જો તને તારા કુટુંબ સાથે થોડો પણ પ્રેમ હોત તો હું તેને થોડો વધારી શક્યો હોત, તું તારા માતા પિતાને પ્રેમ કરતો હોત તો હું તે પ્રેમને વધારીને તને ભગવાનની ભક્તિમાં લગાઈ શક્યો હોત, પણ તારું મન ઘણું કઠોર છે. એક નાના એવા બીજ માંથી વિશાળ વૃક્ષ બને છે, પરંતુ તારા મનમાં કોઈ ભાવ જ નથી, હું કોઈ પત્થર માંથી પાણીનું ઝરણું કેવી રીતે વહાવી શકું છું.

સમજવાનો સંદેશ : જે લોકો તેમના કુટુંબ સાથે પ્રેમ કરે છે, માતા-પિતાનું સન્માન કરે છે, તે લોકો જ ભક્તિ પૂરી એકાગ્રતા સાથે કરી શકે છે.

આ માહિતી  નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.